GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા પ્રકારની કંપનીએ પોતાના હિસાબો એક્સ.બી.આર.એલ. (XBRL)ના માળખા પ્રમાણે દાખલ કરવા પડે છે ?
I. ભારતમાં નોંધાયેલ કંપનીની ગૌણ કંપનીઓ
II. જે કંપનીઓએ પોતાના નાણાકીય પત્રકો કંપનીના (ભારતીય હિસાબી ધોરણો) નિયમો, 2015 અનુસાર તૈયાર કરવા જરૂરી છે.
III. ખાનગી કંપનીઓ કે જેનું ટર્નઓવર રૂ. 99 કરોડ હોય
IV. જાહેર કંપનીઓ કે જેની ભરપાઈ મૂડી રૂ. 3 કરોડ હોય
નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

II અને IV
I અને II
II અને III
I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સંકલિત માલ અને સેવા વેરા (IGST) ધારા-2017 મુજબ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

તેનું મૂલ્ય CGST ધારા- 2017 ની કલમ-15 અનુસાર નિશ્ચિત કરવામાં આવે છે.
આંતર-રાજ્ય (Inter State) પુરવઠામાં આયાનનો સમાવેશ થતો નથી.
IGST હેઠળ વસૂલાતા કરનો મહત્તમ દર 40% છે.
IGST એ આંતર રાજ્ય (Inter State) પુરવઠા પર લાદવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સંભાવના-વૃક્ષ વિશ્લેષણ નો શ્રેષ્ઠ ઉપયોગ ત્યારે જ થાય છે. જ્યારે રોકડ પ્રવાહની અપેક્ષા ___ રાખવામાં આવે.

અગાઉ ના સમય ગાળામાં રોકડપ્રવાહથી સંબંધિત
નિશ્ચિતતા સાથે જાણ
જોખમ મુક્ત
સમય જતા સ્વતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

નવા ભાગીદાર દ્વારા આપેલ પાઘડીની રકમ જુના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે.
પ્રવેશ સમયે, વધારાના ઘાલખાધની જોગવાઈ એ દેવાદારોના ખાતે ઉધારાય છે.
જો નવા ભાગીદારની મૂડી પ્રત્યક્ષ આપેલ ના હોય તો, જુના ભાગીદારોની સુધારેલ સંયુક્ત મૂડીના પ્રમાણના આધારે શોધી શકાય છે.
મેમોરેન્ડમ પુનઃમૂલ્યાંકન ખાતું એ મિલકતો અને દેવાની ચોપડે કિંમતમાં ફેરફાર કર્યા સિવાય પુનઃમૂલ્યાંકનની અસર નોંધવા તૈયાર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. બદલાતા ભાવ સ્તર હેઠળ, પેઢીએ વિવિધ ઘટકો સાથે કાર્યશીલ મૂડીનું લઘુત્તમ સ્તર જાળવી રાખવું આવશ્યક છે.
II. ચાલુ મિલકતના કોઇપણ ઘટકનું રોકડમાં રૂપાંતર કરવા માટે છ થી આઠ માસનો સમય જરૂરી છે.
ઉપરોક્ત બે વિધાનોને ધ્યાનમાં રાખી, નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

વિધાન- I સાચું છે અને વિધાન-II ખોટું છે.
બંને વિધાનો ખોટા છે.
બંને વિધાનો સાચાં છે.
વિધાન - I ખોટું છે અને વિધાન-II સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનો માંથી કયું વિધાન સાચું છે ?

જો બે વસ્તુઓ X અને Y અવેજી છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે.
જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે.
જો X હલકી વસ્તુ હોય તો ગ્રાહક ની આવક વધતા X માટેની માગમાં વધારો થશે.
જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં વધારો થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP