GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
અવકાશયાન - હેતુ
1. કેસિની હ્યુજેન્સ - શુક્ર ફરતે પરિભ્રમણ અને પૃથ્વી પર માહિતી મોકલવી
2. મેસેન્જર - બુધના નકશા તૈયાર કરવા અને શોધ-તપાસ કરવી
3. વોયેજન 1 અને 2 - બાહ્ય સૌરમંડળનું સંશોધન કરવું

1, 2 અને 3
ફક્ત 1
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
હિંદ સરકારનો ધારો, 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ ધારાએ પ્રાંતોમાં દ્વિમુખી રાજ્યપધ્ધતિ નાબુદ કરી અને પ્રાંતીય સ્વાયત્તતા દાખલ કરી.
2. આ ધારાએ રાજ્યપાલને પ્રાંતીય ધારાસભાને જવાબદાર મંત્રીઓની સલાહ અનુસાર કાર્ય કરવાનું પણ ઠેરવ્યું.
3. આ ધારાએ તમામ અગીયાર પ્રાંતોમાં દ્વિગૃહી પ્રથા દાખલ કરી.
4. અનુસૂચિત જાતિ, સ્ત્રીઓ અને કામદાર માટે અલગ મતદારમંડળો પૂરા પાડી તેણે કોમી પ્રતિનિધિત્વનો સિધ્ધાંત વિસ્તૃત કર્યો.

ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક વર્તુળની ત્રિજ્યા એવી રીતે વધારવામાં આવે છે કે તેના પરિઘના માપમાં 5% જેટલો વધારો થાય. તો તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે ?

આપેલ પૈકી કોઈ નહીં
15%
10.25%
12.75%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તાજેતરમાં હાથ ધરવામાં આવેલી લશ્કરી કવાયત DUSTLIK-II બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ ભારત અને ઉઝબેકિસ્તાન દ્વારા સંયુક્ત લશ્કરી કવાયત છે.
2. આ બે દેશો વચ્ચેની બીજી આવૃત્તિ છે, પ્રથમ આવૃત્તિ 2018 માં રાજસ્થાનમાં યોજાઈ હતી.
3. હાલની કવાયત ઉત્તરાખંડમાં યોજાઈ હતી.
4. આ કવાયતે બંને પક્ષોના આતંકવાદ પ્રતિકાર અને બળવા પ્રતિકાર કૌશલ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જોડકાં જોડો.
1. કવિ કાલીદાસ
2. શુદ્રક
૩. વિશાખાદત્ત
4. ભારવિ
a. માલવિકાગગ્નિ મિત્રમ્
b. મૃચ્છકટિક
c. મુદ્રારાક્ષસ
d. કિરાતાર્જુનીયમ્

1 - d, 2 - c, 3 - b, 4 - a
1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - a, 2 - b, 3 - d, 4 - c
1 - d, 2 - c, 3 - a, 4 - b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP