GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ચક્રવાતો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ઉષ્ણ કટિબંધના તોફાની ચક્રવાતો હરિકેન કે ટાઈફૂન તરીકે ઓળખાય છે. 2. મેક્સિકોના એટલાંટિક કિનારા પાસે નિર્માણ થતાં ચક્રવાત હરિકેન તરીકે ઓળખાય છે. 3. ભારતના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા ચક્રવાતો ‘‘વિલી-વિલી’’ તરીકે પણ ઓળખાય છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બનવા માટેની યોગ્યતા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે વડી અદાલતનો અથવા બે કે તેથી વધારે એવી અદાલતોનો એક પછી એક (in succession) ન્યાયાધીશ હોવો જોઈએ. 2. વડી અદાલતના વકીલ અથવા બે કે તેથી વધારે એવી અદાલતોના એક પછી એક (in succession) વકીલ તરીકે ઓછામાં ઓછું 10 વર્ષ 3. વડી અદાલતના ન્યાયાધીશને સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે બેસવાની અને તે અદાલતના ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટે નિયુક્ત કરવાની જોગવાઈઓ છે. 4. સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલતોના નિવૃત્ત ન્યાયાધીશોને તે અદાલતોમાં બેસવાની અને ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટેની જોગવાઈઓ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ઈ-પ્રમાણ (e-Pramaan) એ ઈલેક્ટ્રોનીક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી વિભાગ (DeitY) દ્વારા રજૂ કરવામાં આવેલી સેવા છે જે ___ જેવાં મુખ્ય ઘટકો ધરાવે છે. 1. ઈ-પ્રમાણીકરણ (સ્ટેપ-અપ પ્રમાણીકરણને બાકાત રાખતા) 2. સીંગલ સાઈન-ઓન (single Sign-on) 3. આધાર (Aadhar) આધારીત ઓળખપત્ર ચકાસણી