GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ઓપ્ટિકલ ફાઈબર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ઓપ્ટિકલ ફાઈબર મોટા ભાગે અવાજનું વહન કરવા માટે વપરાય છે.
2. ઓપ્ટિકલ ફાઈબરમાં સંસેતોનું પ્રસારણ સંપૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના દ્વારા થાય છે.
3. ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ દૂરસંચાર અને કમ્પ્યુટર નેટવર્કીંગ માટેના માધ્યમ તરીકે થાય છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગુજરાતમાં ચૌલુક્ય શૈલીનાં મંદિરો તલદર્શનમાં નીચેના પૈકી કયા મુખ્ય અંગો ધરાવે છે ?
1. ગર્ભગૃહ
2. અંતરાલ
3. મંડપ

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ઘઉંના ઉત્પાદન માટેના સંજોગો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
100 સે.મી. થી વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંની ખેતી કરવામાં આવતી નથી.
ઘઉંને ઉગાડતી વખતે 10° સે. તથા પાકતી વખતે 15° થી 20° સે. તાપમાનની જરૂરિયાત રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નિર્દેશ : એક કળા અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં સોમવારથી શનિવાર દરમ્યાન 5 જુદા જુદા રાજ્યોએ જુદા જુદા દિવસે પ્રદર્શન રજૂ કર્યું. આ 6 દિવસો પૈકી એક દિવસ વિરામ દિવસ હતો.
• આ પાંચ રાજ્યો આ મુજબ હતા – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાત.
• પ્રતિ દિવસ માત્ર એક રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું.
• આંધ્રપ્રદેશ અને ગુજરાતે રજૂ કરેલ પ્રદર્શનની વચ્ચેનો દિવસ વિરામ દિવસ હતો.
• પંજાબે તેનું કળા પ્રદર્શન ઉત્તરાખંડની પહેલા કર્યું.
• ગુજરાત અને પંજાબ વચ્ચે 2 દિવસનું અંતર હતું. તથા ગુજરાતે પંજાબ પહેલા પ્રદર્શન રજૂ કર્યું.
• મહારાષ્ટ્રએ શનિવારે પ્રદર્શન રજૂ કરેલ નથી.
સોમવારે કયા રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું ?

આપેલ પૈકી એક પણ નહીં
મહારાષ્ટ્ર
ઉત્તરાખંડ
ગુજરાત

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP