GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના નીચેના પૈકી કયા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
1. ખેતીનું યાંત્રિકીકરણ
2. પશુપાલન અને મત્સ્ય વિકાસની પ્રવૃત્તિઓ
3. ખેડૂતોનો અભ્યાસ પ્રવાસ

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મૃદ્ભાણ્ડો (pottery) ના પ્રકારો પરથી ભારતના તામ્ર-કાંસ્ય યુગની સંસ્કૃતિઓને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે - પાંડુભાણ્ડ સંસ્કૃતિઓ અને રક્તભાણ્ડ સંસ્કૃતિઓ.
2. બલુચિસ્તાનની ક્વેટા સંસ્કૃતિના મૃદ્ભાણ્ડ પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચીતરેલી છે.
3. પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલા હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 10-19 (સગીર) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે.
2. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 15-24 (યુવાનો) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ વધ્યું છે.
3. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 15-59 (કામ કરતી વય) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુજરાત રાજ્યની ઔદ્યોગિક નીતિ 2020 અનુસાર વર્ષ 2022 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાનો (installed capacity) લક્ષ્યાંક ___ MW પ્રાપ્ત કરવાનો છે.

30,000
10,000
20,000
40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?

સૌ પ્રથમવાર પ્રયોગાત્મક ધોરણે EVM નો ઉપયોગ થયો – 1998
આપેલ તમામ
સેવા મતદારો (Service Voters) ને ‘‘પ્રોક્સી’’ (Proxy) અન્વયે મત આપવાના વિકલ્પની સુવિધા આપવામાં આવી – 2003
મતદાન કરવા માટેની વયમાં ઘટાડો – 61મું બંધારણીય સુધારા અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સર્વોચ્ચ ન્યાયાલયે પ્રસ્થાપિત કર્યા અનુસાર રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનના સંદર્ભે રાષ્ટ્રપતિની એ અંગેની ખાતરી ન્યાયિક સમીક્ષાથી પર છે.
2. સંસદ દ્વારા રાષ્ટ્રપતિની ઉદ્ઘોષણાને મંજૂરી અપાયાં બાદ જ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવું જોઈએ.
3. સંસદની મંજૂરી અપાયા પહેલાં, રાષ્ટ્રપતિ રાજ્યની વિધાનસભાને સ્થગિત કરી શકે છે પરંતુ તેને બરતરફ (dismiss) કરી શકતા નથી.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP