GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સિધ્ધપુર નજીક આવેલ સૂણક ગામના નીલકંઠ મહાદેવ મંદિર બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તે વનરાજ ચાવડા દ્વારા બંધાવવામાં આવ્યું હતું.
2. એમાં ગર્ભગૃહ, મંડપ અને મુખમંડપ છે.
3. એનું શિખર ત્રિનાસિકા રેખાવાળું છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારત સરકારના 2021-2022 ના અંદાજપત્રના 6 સ્તંભો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. અંદાજપત્રનો સ્વાસ્થ્ય અને સુખાકારીનો સ્તંભ નિવારક, ઉપચારક અને સુખાકારી પગલાંઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરે છે.
2. 500 AMRUT શહેરો માટે પ્રવાહી કચરા વ્યવસ્થાપનની જોગવાઈ અંદાજપત્રના ભૌતિક અને નાણાકીય તેમજ આંતરમાળખાકીય સ્તંભ હેઠળ કરવામાં આવી છે.
3. માનવ મૂડી (Human Capital) સ્તંભને પુનર્જીવીત કરવાના સ્તંભ હેઠળ બિનસરકારી સંગઠનો, ખાનગી શાળાઓ અને રાજ્યોની ભાગીદારીમાં 1000 નવી સૈનિક શાળાઓની સ્થાપના કરવામાં આવશે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
“અર્થ અવર” (Earth Hour) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. અર્થ અવર માર્ચ મહીનાના છેલ્લા શનિવારના રોજ વાર્ષિક રીતે ઉજવવામાં આવે છે.
2. આ વર્ષના અર્થ અવરની વિષયવસ્તુ, “Responsibility towards Mother Earth” હતી.
3. અર્થ અવરની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રોના વિભાગ, ECOSOC દ્વારા કરવામાં આવી હતી.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે.
જેમને લાલ રંગ ગમતો હોય અને જેમને કાળો રંગ ગમતો હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યાનો તફાવત કેટલો થશે ?

25
15
20
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી.
2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી.
3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે.
4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.

ફક્ત 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP