GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
તાબાની અદાલતો બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સીટી સીવિલ કોર્ટના ન્યાયાધીશ, અધિક જીલ્લા ન્યાયાધીશ અને સ્મોલ કોઝ અદાલતોના મુખ્ય ન્યાયાધીશની પણ જીલ્લા ન્યાયાધીશ તરીકે ગણના થાય છે. 2. જીલ્લા ન્યાયાધીશ ફક્ત દીવાની દાવાઓમાં જ મૂળ અને અપીલીય હકૂમત ધરાવે છે. 3. સેશન્સ ન્યાયાધીશ કોઈપણ કેસમાં મહત્તમ સજા તરીકે આજીવન કારાવાસ આપવાની સત્તા ધરાવે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે. જેમને લાલ રંગ ગમતો હોય અને જેમને કાળો રંગ ગમતો હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યાનો તફાવત કેટલો થશે ?
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભૂમિદળના એક સિલેક્શન કેમ્પમાં પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર 3 : 1 છે. જો તે કેમ્પમાં, 60 જેટલા ઓછા ઉમેદવારોએ ભાગ લીધો હોત તથા 30 જેટલા ઓછા ઉમેદવારો પસંદ થયા હોત તો પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર 5 : 1 થાત. તો મૂળ કેટલા ઉમેદવારોએ કેમ્પમાં ભાગ લીધો ?