GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આયોગને કોઈપણ બાબતમાં કે કોઈપણ ફરિયાદમાં તપાસ કરવા માટેની દીવાની અદાલતની સત્તાઓ છે.
2. કોઈપણ અદાલત અથવા કચેરીમાંથી જાહેર રેકર્ડ માંગવાની સત્તા છે.
3. આયોગને સોગંદનામાઓ ઉપર પુરાવા મેળવવાનો કોઈ અધિકાર નથી.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
મહાસભાના નીચેના પૈકી કયા સ્થળે યોજાયેલા અધિવેશનમાં તિલકને વક્તવ્ય આપવાની પરવાનગી ન મળતા અંધાધૂંધી ફેલાઈ અને અધિવેશન અચોક્કસ મુદત માટે મોકૂફ રાખવું પડ્યું ?

બનારસ
સુરત
અમદાવાદ
કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કેન્દ્રીય તકેદારી આયોગ (CVC)ની હકૂમત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓમાં મેનેજર અને તેની ઉપરના હોદ્દાઓ CVC ની હકુમત હેઠળ આવે છે.
2. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, SIDBI અને NABARD ના ગ્રેડ D અને તેની ઉપરના અધિકારીઓ CVC ની હકૂમત હેઠળ આવે છે.
3. સંરક્ષણ સામગ્રી પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલાં સંરક્ષણ દળના કર્નલ અને તેની નીચેની પાયરીના અધિકારીઓ CVC ની હકૂમત હેઠળ આવે છે.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું સરકાર દ્વારા જારી કરવામાં આવેલા વટહુકમનું ઉત્કૃષ્ટ વર્ણન છે ?

કારોબારીની વૈધાનિક સત્તા
કારોબારીની કારોબારી સત્તા
ધારાસભાની વૈધાનિક સત્તા
ધારાસભાની કારોબારી સત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંરક્ષણ મંત્રાલયની સંપ્રાપ્તિ શાખાએ (Acquisition Wing) ભારત ડાયનેમીક લીમીટેડ સાથે ભારતીય સેના માટે ___ પ્રાપ્ત કરવાના સોદા ઉપર સહી કરી છે.

લેન્ડ માઈન સ્વીપર્સ
ગ્રેનેડ લોન્ચર્સ
એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ્સ
મલ્ટી બેરલ રોકેટ લોન્ચીંગ સીસ્ટમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP