GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગુજરાતમાં અકીકના અનામત જથ્થા નીચેના પૈકી કયા જિલ્લાઓમાં રહેલાં છે ?
1. ભાવનગર
2. ભરૂચ
3. કચ્છ
4. વડોદરા

ફકત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1 અને 2
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
આર.બી. (રાવ બહાદુર) રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ, અમદાવાદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. શાળાની શરૂઆત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1821માં કરવામાં આવી.
2. તે માત્ર શહેરની જ નહી પરંતુ ભારતની પ્રથમ ગર્લ્સ સ્કૂલ બની હતી.
3. વિદ્યાગૌરી નીલકંઠ દ્વારા આ શાળાને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક કુટુંબના તમામ 6 સભ્યો : P, Q, R, S, T અને U સાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે.
S એ T સાથે કયો સંબંધ ધરાવે છે ?

ભત્રીજો
ભત્રીજી
બહેન
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
છત ઉપર સ્થાપિત રૂફ સોલર પેનલ (Roof Solar PaneI) માંથી ઉત્પન્ન થતી ઊર્જા (power) ની માત્રા ___ ઉપર આધાર રાખતી નથી.

ધૂળ અને ગંદકીનો થર
ઢોળાવનો ખૂણો (Angle of inclination)
પેનલોનું તાપમાન
ગ્રીડ પાવર (Grid power)નો વોલ્ટેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જૂનાગઢના વૃંદાવન સોલંકી, ભાવનગરના ખોડીદાસ પરમાર તથા પોરબંદરના દેવજીભાઈ વાજા ___ માટે જાણીતાં છે.

કઠપૂતળી કલા
ચિત્રકલા
સંગીતકલા
શાસ્ત્રીય નૃત્યકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદીય પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદમાં મંત્રીશ્રીનું ધ્યાન દોરવા માટે સભ્ય દ્વારા ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ (Attention Motion) રજૂ કરવામાં આવે છે.
2. મોકૂફીની દરખાસ્ત દાખલ કરવા માટે ઓછામાં ઓછા 30 સભ્યોના ટેકાની જરૂર પડે છે.
3. રાજ્યસભાને મોકૂફીની દરખાસ્તનો ઉપયોગ કરવાની છૂટ નથી.
4. મોકૂફીની દરખાસ્તમાં સરકાર વિરૂધ્ધ ટીકાનું તત્ત્વ સમાયેલું હોય છે.

ફક્ત 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP