GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બંધારણના સુધારણાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું /સાચાં છે ? 1. બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળમાં જ કરી શકાય. 2. સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા જ દાખલ કરી શકાય. 3. સંવિધાનની કેટલીક જોગવાઇઓની સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે. 4. રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયકને અનુમોદન આપવું જ પડે, તે આ વિધેયક ને અટકાવી શકે નહીં કે પરત મોકલી શકે નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાજકોટ રાજ્યના રાજવી લાખાધીરાજ દ્વારા નીચેના પૈકી કયા પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી ? i. તમામ ચૂંટાયેલા સભ્યોવાળી પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી. ii. કૃષિ બેંકની સ્થાપના કરી. iii. કાઠીયાવાડ હાઇસ્કુલ હસ્તગત કરી તેનું નામ આલ્ફ્રેડ હાઇસ્કુલ આપ્યું. iv. સ્ત્રીઓ માટે વાંચનાલય શરૂ કર્યું.
રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વિરુદ્ધ તેમના હોદ્દાની મુદત દરમિયાન કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી માંડી શકાશે નહીં
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
કોઈ વ્યક્તિ સંસદની કોઈ પણ કાર્યવાહીના વસ્તુતઃ સાચા અહેવાલની વર્તમાનપત્રમાં પ્રસિદ્ધના સંબંધમાં કોઈ ન્યાયાલયમાં કોઈ પણ દિવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર થશે નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બેન્કિંગ વ્યવસ્થાના સંદર્ભે નીચેના પૈકી કયા ક્ષેત્રો અગ્રતા ક્ષેત્ર ધિરાણ (Priority Sector Lending) હેઠળ આવે છે ? i. પુનઃપ્રાપ્ય ઉર્જા (Renewable Energy) ii. આવાસ (Housing) iii. સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના સાહસો (micro, small and medium enterprises) iv. સામાજિક આંતર માળખું (Social infrastructure)