GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોની ચૂંટણી માટે એક તબદીલ પાત્ર મત અને ગુપ્ત મતપત્રક દ્વારા મતદાન વડે સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
1. રાષ્ટ્રપતિ
2. ઉપરાષ્ટ્રપતિ
3. રાજ્યસભા
4. વિધાન પરિષદ
5. રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી

માત્ર 1, 2, 3 અને 4
માત્ર 1, 2, 3 અને 5
માત્ર 1, 2 અને 3
1, 2, 3, 4 અને5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ સેવાઓ કેન્દ્રીય વહીવટી ન્યાયપંચ (Tribunal) (CAT) ના ક્ષેત્રાધિકાર હેઠળ સમાવિષ્ટ છે ?
1. કેન્દ્રીય મુલ્કી સેવાઓ
2. કેન્દ્ર હેઠળની મુલ્કી સેવાઓ અને સંરક્ષણ સેવાઓના નાગરિક કર્મચારીઓ (Civilian employees)
3. સંસદીય સચિવાલયનો કર્મચારી વર્ગ (Secretarial staff of the Parliament)
4. સર્વોચ્ચ અદાલતના અધિકારીઓ અને કર્મચારીઓ

માત્ર 1, 2 અને 3
માત્ર 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્રની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

સંસદ રાજ્યક્ષેત્રાતીત કાયદા ઘડી શકે કે જે ભારતના નાગરિકો અને સમગ્ર વિશ્વમાં તેમની સંપત્તિ પર લાગુ પડી શકે.
જે તે રાજ્યમાંના અનુસૂચિત ક્ષેત્રમાં સંસદનો અધિનિયમ લાગુ પડતો નથી તેવો નિર્દેશ આપવાની સત્તા રાજ્યપાલને છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

સજામાં ઘટાડો (Remission) - કોઈ વિશિષ્ટ કારણોસર સજામાં ઘટાડો.
ફાંસી મોકૂફી (Reprieve) - દેહાંત દંડની સજામાં કામચલાઉ મોકૂફી
સજા માફી (Pardon) - માત્ર માફી જ સજાનો સંપૂર્ણપણે અંત લાવી શકે છે.
સજા પરિવર્તન (Commute) - શિક્ષામાં ઘટાડો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
દ્વિતીય વહીવટી સુધારા આયોગનો કયો અહેવાલ પંચાયતી રાજ વિશેની ભલામણો સાથે સંબંધિત છે ?

6ઠ્ઠો અહેવાલ
3જો અહેવાલ
4થો અહેવાલ
5મો અહેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP