GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે.
2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે.
૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે.
4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.

માત્ર 2 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલા સંઘ પ્રદેશોને તેમના વિસ્તારના આધારે ચઢતા ક્રમમાં ગોઠવો.
1. દાદરા અને નગર હવેલી
2. પુડુચેરી
3. લક્ષદ્વીપ
4. દમણ અને દીવ

1-2-3-4
3-2-1-4
3-2-4-1
3-4-2-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જાહેર ક્ષેત્રના સુધારા અને વિનિવેશ (disinvestment) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પસંદગી કરેલા જાહેર ક્ષેત્રોના એકમોના શૅર વેચવા વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી.
2. જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રની કંપનીને વેચવા વિનિવેશની બીજી પદ્ધતિ હતી.
3. પ્રથમ પદ્ધતિ 1991-92 થી 1998-99 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.
4. બીજી પદ્ધતિ 1999-2000થી 2003-04 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.

માત્ર 1 અને 3
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. દક્ષિણ ગુજરાત – સુરત, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ
2. મધ્ય ગુજરાત – ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર
૩. ઉત્તર ગુજરાત – સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ
4. સૌરાષ્ટ્ર – અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર

માત્ર 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4
માત્ર 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
1. એમેઝોન નદી
2. પેન્ટેગોનીયા રણ
3. સેનાઈ દ્વિપકલ્પ
4. હોર્મુઝની સામુદ્રધુની
યાદી-II
a. પેરુ અને બ્રાઝિલ
b. આર્જેન્ટીના
c. ઈજીપ્ત
d. યુ.એ.ઈ. અને ઈસનને અલગ કરે છે.

1 - d, 2 - a, 3 - b, 4 - c
1 - b, 2 - c, 3 - d, 4 - a
1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - c, 2 - d, 3 - a, 4 - b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પશ્ચિમ તરફ વહેતી નદીઓની લંબાઈના ચઢતા ક્રમમાં નીચેના પૈકી કયું સાચું છે ?

નર્મદા – તાપી - સાબરમતી - મહી
સાબરમતી - નર્મદા - તાપી - મહી
સાબરમતી - મહી – તાપી - નર્મદા
તાપી - નર્મદા - મહી - સાબરમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP