GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સોમનાથના મંદિર વિશે નીચેના પૈકીનું કયું વિધાન /કયા વિધાનો સત્ય છે ? 1. સોમનાથનું સૌ પ્રથમ મંદિર એ આશરે 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતું તેમ માનવામાં આવે છે. 2. ઈ.સ. 649માં વલ્લભીનીના રાજા મૈત્રે એ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો અને હયાત મંદિરના સ્થાને બીજું મંદિર બનાવ્યું. 3. પ્રતિષ્ઠા વંશના રાજા નાગ ભટ્ટ-બીજા એ ઈ.સ. 815માં રાતા પથ્થર (રેતીના પથ્થર) (sandstone) નો ઉપયોગ કરીને ત્રીજી વખત મંદિર બનાવ્યું. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો,
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2021-2022ના ગુજરાતના અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. ગત વર્ષની અંદાજપત્રીય દરખાસ્ત કરતાં રૂા. 9,742 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. 2. આ અંદાજપત્ર આશરે 588 કરોડની પૂરાંત (surplus) ધરાવે છે. 3. અટલ ભૂજલ યોજના અંતર્ગત પાંચ વર્ષ માટે રૂા. 757 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સામાજીક - આર્થિક અને જ્ઞાતિ વસ્તી ગણતરી (Socio - Economic and Caste Census (SECC 2011)) એ ઘણી બાબતોમાં વિશિષ્ટ હતો. નીચેના પૈકી કઈ બાબતો એ (SECC)ના વિશિષ્ટ લક્ષણો છે ? 1. તે વસ્તી ગણતરી અધિનિયમ 1948 અંતર્ગત કરવામાં આવી ન હતી. 2. તેમાં કોઈ કાગળ (પેપર)નો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. 3. માહિતી એકત્રીત કરવા તથા સંકલન કરવા માટે હાથ દ્વારા (hand-held) ઉપયોગ કરી શકાય તેવા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.