GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જૂન 1, 2017 થી લાગુ કરવામાં આવેલ કલમ 194-IB ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (I) કોઈપણ વ્યક્તિ / હિન્દુ અવિભક્ત કુટુંબ (જેના હિસાબી ચોપડા કલમ 44 AB (a)/(b) હેઠળ ઑડિટ કરવાપાત્ર ન થતા હોય) કે જે રહીશને જમીન કે મકાનનું ભાડું ચૂકવવા જવાબદાર હોય તે કર કપાત કરવા માટે જવાબદાર છે. (II) એસેસીએ અગાઉથી વેરો ચૂકવી દીધો હોય પરંતુ તેના દ્વારા અગાઉથી ચૂકવાયેલ વેરો આકારેલ વેરા કરતા 90 ટકાથી ઓછો હોય, તો પણ તે ચૂકવવાપાત્ર થશે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યક્તિ ભારતનો ‘રહિશ' છે તે નીચેના પૈકી કઈ શરત / શરતોને આધીન શોધવામાં આવે છે ? (I) પાછલા વર્ષ દરમિયાન ભારતમા 182 દિવસ અથવા વધુ સમય હાજર હતો તે શોધવું. (II) પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ અથવા વધુ સમય અને પાછલા વર્ષથી અગાઉના ચાર વર્ષ દરમિયાન 365 અથવા વધુ સમય ભારતમાં હાજર હતો તે શોધવું.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન (IDA) ના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ? (I) અલ્પવિકસિત સભ્ય દેશોને વિકાસ ભંડોળ સરળ શરતોએ પૂરું પાડે છે. (II) વિશ્વના અલ્પવિકસિત વિસ્તારોમાં આર્થિક વિકાસને ઉત્તેજન આપે છે. (III) તે વિશ્વ બેંકના વિકાસ અને સગવડતાની પ્રવૃત્તિઓમાં અને પૂરક સંસ્થા તરીકે કાર્ય કરે છે. (IV) ને વિશ્વ વેપાર સંસ્થા (WTO) ની સૂચના પ્રમાણે કાર્ય કરે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઈન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (IFCI) ના સંદર્ભમાં નીચેની માહિતી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો. (I) IFCIની સ્થાપના 1949માં થઈ હતી. (II) IFCI ની પચાસ ટકા શેરમૂડી IDBI ધારણ કરે છે જ્યારે બાકીની પચાસ ટકા વેપારી બેંકો અને સહકારી બેંકો ધારણ કરે છે. (III) IFCI ની સત્તાવાર મૂડીમાં IFC (એમેન્ડમેન્ટ) એક્ટ, 1972 થી રૂા. 10 કરોડથી વધારીને રૂા. 30 કરોડ કરવામાં આવેલ છે. (IV) IFCI એ ઔદ્યોગિક એકમના શૅર, સ્ટોક, બોન્ડ અથવા ડિબેન્ચર બહાર પાડતા બાંહેધરીનું કામ કરે છે.