GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. વાદ્યોના આજે ઓળખાતા ચારે પ્રકારોનો ઋગ્વેદમાં ઉલ્લેખ મળે છે. II. તંતુવાદ્ય, ચર્મવાદ્ય, વાયુવાદ્ય વગેરે વેદકાળમાં જાણીતાં હતાં. III. ભારતીય સંગીત વિષેની ચર્ચા "ઢોલસાગર" નામના સહુથી પ્રાચીન ગ્રંથમાં મળે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજ્યપાલની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. જ્યારે વિધેયક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય ત્યારે રાજ્યપાલ એ વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે. 2. રાજ્યપાલ રાજ્ય ધારાસભાના બંને ગૃહોની (જ્યાં દ્વિગૃહી ધારાસભા હોય તેવા કિસ્સામાં) સંયુક્ત બેઠક બોલાવી શકે છે. 3. તેઓ રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઈન્ડિયનને નામાંકિત કરી શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ઉત્તર પૂર્વીય પરિષદ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. ઉત્તર-પૂર્વીય રાજ્યોના રાજ્યપાલો તેમજ મુખ્યમંત્રીઓ બંને ઉત્તર-પૂર્વીય પરિષદના સદસ્યો છે. 2. તે ઉત્તર-પૂર્વીય ક્ષેત્રનો ક્ષેત્રીય આયોજન સંસ્થા તરીકે કાર્ય કરે છે. 3. બે અથવા બે થી વધુ ઉત્તર-પૂર્વીય રાજ્યોને લાભકર્તા હોય તેવા પ્રોજેક્ટ અને યોજનાઓને અગ્રતા આપવામાં આવે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. રાજરાજ ચોલ પ્રથમે જમીન સર્વેક્ષણ અને આકારણીના પ્રોજેક્ટની શરૂઆત કરી. II. કેરળના ભાસ્કર રવિવર્મન રાજરાજ ચોલ પ્રથમના સમકાલીન હતાં. III. રાજેન્દ્ર પ્રથમના સૌથી જયેષ્ઠ પુત્ર રાજાધિરાજની હત્યા તેના નાના ભાઈ કલોત્તુંગ દ્વારા કરવામાં આવી હતી.