GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. , નાણાં (Money) વિધેયક માત્ર મંત્રી જ રજૂ કરી શકે છે. 2. તમામ નાણાં (Money) વિધેયકો વિત્તીય (Finance) વિધેયકો છે પરંતુ માત્ર કેટલાક વિત્તીય (Finance) વિધેયકો નાણાં (Money) વિધેયકો છે. 3. અનુચ્છેદ 117 હેઠળ વિત્તીય (Finance) વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરીથી માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
આરક્ષણમાં ઉન્નત વર્ગ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સેનામાં કર્નલ અથવા તેની ઊંચો હોદ્દો તેમજ નૌસેના અને વાયુ સેનામાં તેને સમકક્ષ હોદ્દો ધરાવતી વ્યક્તિ OBC આરક્ષણનો લાભ મેળવી શકે નહીં. 2. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડી અદાલતના ન્યાયાધીશો જેવા બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિઓને ઉન્નત વર્ગમાંથી મુક્તિ આપવામાં આવી છે તેઓ OBC આરક્ષણનો લાભ મેળવી શકે છે. 3. વ્યક્તિઓ કે જેમની કુલ વાર્ષિક આવક 15 લાખ રૂપિયા સુધીની હોય, તેઓ OBC આરક્ષણનો લાભ મેળવી શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ? I. ભાવનગરના મહારાજા તખતસિંહજીએ ભાવનગર-વઢવાણ રેલવે લાઈનને ડિસેમ્બર 1880 માં મંજૂરી આપી. II. ખંડેરાવ ગાયકવાડે 1908 માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી. III. સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે 1862 માં શરૂ કરી.