GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નેશનલ ઍર ક્વોલીટી સૂચકાંક વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આ સૂચકાંક સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 2014ના વર્ષમાં શરૂ કરવામાં આવેલો હતો. 2. તે “વન નંબર – વન કલર – વન ડીસ્ક્રીપ્શન’’ થી દર્શાવેલ છે. 3. પ્રવર્તમાન માપક સૂચકાંક 12 પ્રદૂષકોના આધારે છે. 4. 401-500 ની વચ્ચે આવતો ઍર ક્વોલીટી રેન્જ સૂચકાંક ગંભીર અસર છે તેમ ગણવામાં આવે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના ભૌતિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભૂમિભાગ નીચે મુજબના ચાર ક્ષેત્રોનો બનેલો છે. - વિશાળ પર્વત ક્ષેત્ર, ગંગા અને સિંધુના મેદાનો, રણ અને દક્ષિણ દ્વિપકલ્પ. 2. ગંગા અને સિંધુના મેદાનો નીચે મુજબના ત્રણ ભિન્ન નદી તંત્રના જળક્ષેત્રોમાંથી બનેલા છે. - સિંધુ, ગંગા અને કાવેરી. 3. ભારતમાં કચ્છનું નાનું રણ કચ્છના રણના છેડાથી શરૂ કરી ઉત્તર તરફ લુણી નદી પાર ફેલાયેલું છે. 4. દક્ષિણના દ્વિપકલ્પની એક તરફ પૂર્વધાટ અને બીજી તરફ પશ્ચિમઘાટ પર આવેલા છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
DNA રસી વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આ રસીઓ બેક્ટેરીયલ DNA ના નાના વર્તુળાકાર અંશની બનેલી હોય છે. 2. આ રસીઓમાં એન્ટીજનનું વહન કરતાં બેક્ટેરીયલ DNA નો અંશ સીધો જ માનવને આપવામાં આવે છે. 3. તે એન્ટીજનને વિમુક્ત (release) કરે છે જે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય બનાવે છે.