રીત :
મૂળ પગાર ધારો કે, 100
10 નો વધારો એટલે =110
હવે, 5% ઘટાડો (110 ×5/100 = 5.5 નો ઘટાડો) = 110-5.5= 104.5
વધારો = 104.5 - 100 = 4.5%
ટકાવારી (Percentage)
એક વર્ગના 60 વિદ્યાર્થીઓ પૈકી 30% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે. 40% વિદ્યાર્થી હોકી રમે છે. 10% વિદ્યાર્થીઓ બંને રમત રમે છે, તો એકપણ રમત ન રમનાર વિદ્યાર્થીઓ કેટલા ?
ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં 70% વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થયા, 60% વિદ્યાર્થીઓ બીજા પેપરમાં પાસ થયા અને 15% વિદ્યાર્થીઓ બંને પેપરમાં નાપાસ થયા. જો કુલ 270 વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.
રીત :
પ્રથમ વિષયમાં નાપાસ = 100 -70 = 30%
બીજા વિષયમાં નાપાસ = 100-60 = 40%
બંને વિષયમાં નાપાસ = 15%
30 - 15 = 15% પ્રથમ વિષયમાં નાપાસ
40 - 15 = 25% બીજા વિષયમાં નાપાસ
કુલ નાપાસ વિદ્યાર્થીઓ = 15% + 15% + 25% = 55%
કુલ પાસ વિદ્યાર્થીઓ = 100% - 55% = 45%
45% → 270
100% → (?)
100/45 × 270 = 600 કુલ વિધાર્થીઓ
ટકાવારી (Percentage)
રમણલાલ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા દિકરાને આપે છે. વધેલી ૨કમમાંથી 40% નાના દિકરાને આપે છે. હવે તેની પાસે 23,400 રૂ. છે. શરૂમાં ૨મણલાલ પાસે કેટલા રૂપિયા હશે ?
ટકાવારી (Percentage)
એક મોટરસાયકલની કિંમત છેલ્લા 4 વર્ષથી સતત એક જ ટકાવારીના દરે ઘટી રહી છે. જો ચાર વર્ષ પહેલાં આ મોટરસાઈકલની કિંમત રૂ. 1,50,000 હતી અને અત્યારે તેની કિંમત રૂ. 98,415 છે, તો ઘટાડાનો ટકાવારી દર શોધો.