GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મહાસાગરો વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. મહાસાગરોના વિષયક સંશોધન સામાન્ય રીતે પાંચ મુખ્ય મહાસાગરોના અસ્તિત્વને સ્વીકારે છે. પ્રશાંત, એટલાન્ટીક, હિંદ, આર્કટીક અને દક્ષિણી મહાસાગરો. 2. હિંદ મહાસાગર વિશ્વના મહાસાગરના વિસ્તારનો આશરે 1/5 જેટલો વિસ્તાર સમાવિષ્ટ કરે છે. ૩. પ્રશાંત મહાસાગર વિશ્વની સપાટીનો ત્રીજો ભાગ ધરાવે છે અને તે વિસ્તાર તથા જથ્થામાં સૌથી મોટો મહાસાગર છે. 4. હિંદ મહાસાગર સૌથી નાનો મહાસાગર છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જાહેર ક્ષેત્રના સુધારા અને વિનિવેશ (disinvestment) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. પસંદગી કરેલા જાહેર ક્ષેત્રોના એકમોના શૅર વેચવા વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી. 2. જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રની કંપનીને વેચવા વિનિવેશની બીજી પદ્ધતિ હતી. 3. પ્રથમ પદ્ધતિ 1991-92 થી 1998-99 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી. 4. બીજી પદ્ધતિ 1999-2000થી 2003-04 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.