GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતમાં જંગલોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રાજ્ય કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિશાળ ઘાસના મેદાનો અને ઝાડી ઝાંખરાવાળા વન ધરાવે છે.
2. રાજ્યના પશ્ચિમ ભાગમાં દરિયાઈ નિવસન તંત્રો (ecosystems) જેવાં કે મેનગ્રુવ્ઝ, પરવાળાના ખરાબા અને દરિયાઈ ઘાસ આવેલાં છે.
3. ઉત્તરમાં પર્વતીય જંગલો જોવા મળે છે જ્યારે પૂર્વના વિસ્તારમાં ભેજવાળા પાનખર ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
બંધારણ સભા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. બંધારણ સભા રજવાડાઓમાંથી સીધા ચૂંટાયેલા સભ્યોની બનેલી હતી.
2. બંધારણ સભામાં બ્રિટીશ ભારતીય પ્રાંતોના સદસ્યો, પ્રાંતીય વિધાનસભાઓના સભ્યો દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં આવ્યા હતા.
3. બંધારણ સભા અંશતઃ પરોક્ષ રીતે ચૂંટાયેલા અને અંશતઃ નામાંકિત સંસ્થા તરીકે કરવાનું આયોજન હતું.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1,2 અને 3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા જૈન ધર્મના "ત્રિરત્નો" છે ?

સમ્યક આહાર, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર
સમ્યક આહાર, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન
સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર
સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જ્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (Statutory liquidity ratio) 70 બેઝિસ પોઈન્ટ સુધી ઘટાડે ત્યારે નીચેના પૈકી કયું થવાની સંભાવના રહે છે ?

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (Foreign institutional investors) દેશમાં વધુ મૂડી લાવી શકે છે.
શેડ્યુલ્ડ વાણિજ્ય બેંકો તેમનો ધિરાણ દર ઘટાડી શકે છે.
ભારતનું કુલ સ્થાનિક ઉત્પાદન (Gross domestic product) માં તીવ્ર વધારો થાય છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મંગળ ભ્રમણકક્ષા મિશન (The Mars Orbiter Mission) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે ISRO દ્વારા ભારતનું બીજું આંતરગ્રહીય મિશન છે.
2. ISRO મંગળ સુધી પહોંચનારી ચોથી અવકાશીય સંસ્થા બની છે.
3. ભારત મંગળ ભ્રમણકક્ષા સુધી પહોંચનાર પ્રથમ એશિયાઈ રાષ્ટ્ર છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP