GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના કૃષિ આબોહવા વિસ્તારો વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આબોહવાકીય પરિસ્થિતિઓ જેવી કે જમીનની સ્થિતિ, વરસાદનું પ્રમાણ વગેરેના આધારે ભારત 15 કૃષિ આબોહવાકીય વિસ્તારોમાં વિભાજીત કરવામાં આવ્યું. 2. ગુજરાતના મેદાનો અને પર્વતીય પ્રદેશો આ યાદીમાંનો એક વિસ્તાર છે. 3. ગુજરાત, દાદરાનગર હવેલી, દમણ અને દીવ ગુજરાતના મેદાનો અને પર્વતીય ક્ષેત્રના વિસ્તાર હેઠળ આવે છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જાહેર ક્ષેત્રની સુધારણાના ભાગરૂપે ભારત સરકારે વિનિવેશની બે પદ્ધતિઓ અપનાવી.આ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? i. પસંદગીના જાહેર ક્ષેત્રના એકમોના શેરનું વેચાણ કરવું એ વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી. ii. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગી ક્ષેત્રની કંપનીને વેચાણ કરવું એ વિનિવેશની બીજી પદ્ધતિ હતી. iii. પ્રથમ પદ્ધતિનો ઉપયોગ 1991-92 થી 1998-99ના સમયગાળા દરમ્યાન થયો. iv. બીજી પદ્ધતિનો ઉપયોગ 1999-2000 થી 2003-04 ના સમયગાળા દરમ્યાન થયો.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ગુજરાતનો રાજકોટ જિલ્લો 5 કરતા વધુ અન્ય જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે. 2. વડોદરા જિલ્લો પણ 5 કરતાં વધુ જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે. 3. અમદાવાદ જિલ્લો 5 કરતાં ઓછા જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.