GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગુજરાત પ્રવાસન માટે "કુછ દીન તો ગુજારીયે ગુજરાત મેં" અને "ખુશ્બુ ગુજરાત કી" અભિયાનનું આલેખન કોણે કર્યું ?

અમિતાભ બચ્ચન
પીયૂષ પાંડે
પ્રશાંત કિશોર
મુદ્રા કોમ્યુકેસન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયો કેસ / ક્ષેત્ર જાહેર હિતનો દાવો (Public Interest Litigation)(PIL) તરીકે ગણી શકાય નહીં ?
1. મકાન માલિક - ભાડૂઆતને લગતી બાબતો.
2. સેવાકીય બાબતો અને વ્યક્તિના પેન્શન તથા ગ્રેજ્યુઈટીને લગતી બાબતો.
3. કેન્દ્ર / રાજ્ય સરકારી વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ વિરુદ્ધની ફરિયાદો.
4. વડી અદાલત અને તાબાની અદાલતોમાં પેન્ડિંગ કેસની ઝડપી સુનાવણી માટેની દાદ અરજી.

માત્ર 2, 3 અને 4
માત્ર 2 અને 3
માત્ર 1, 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા કલાકારે પગમાં સોનાનો તોડો પહેરીને પરંપરાગત ગુજરાતી નાટકમાં રાજા ભરથરીનું પાત્ર ભજવ્યું હતું ?

નટવર મસ્તાન
મોહન લાલાજી
પ્રાણજીવન જોષી
મૂળજી આશારામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. અખો ભગત
II. પ્રેમાનંદ
III. પ્રીતમ
IV. નરસિંહ મહેતા
a. હયહસ્તી રથ પાળા દીસે - બખતરીયા બિહામણા
b. ગેબી નિપજ થઈ પિંડ તણી, ત્યારે ત્યાં નોતો ધણી.
c. તીરે ઊભા જુએ તમાશો તે, કોડી નવ પામે જોને.
d. ખરચતા ગરથ ભંડાર ખૂટે તો, ખૂટજ્યો રે
સોનુ પિહરિતાં કાન તૂટે તો, ત્રૂટજયો રે

I-a, II-b, III-c, IV-d
I-d, II-c, III-b, IV-a
I-b, II-a, III-c, IV-d
I-c, II-d, III-a, IV-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રમેશે તેની કંપનીના પાંચ ઉપ પ્રમુખોના માસિક પગારનું વિશ્લેષણ કર્યું. બધા પગારના આંકડા પૂર્ણાંક લાખમાં છે. પગારના આંકડાનો મધ્યક અને મધ્યસ્થ રૂ. 5 લાખ છે તથા તેનો એકમાત્ર બહુલક રૂ. 8 લાખ છે. આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ મહત્તમ અને લઘુતમ પગાર (રૂ. લાખમાં) નો સરવાળો દર્શાવે છે ?

7 લાખ
8 લાખ
9 લાખ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP