GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મહાગુજરાત ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. અમદાવાદમાં 8મી ઓગસ્ટ, 1957ના રોજ જ્યારે કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ માર્યા ગયા ત્યારે આંદોલન હિંસક બન્યું. II. ક.મા.મુનશીએ 1937 માં મહા-ગુજરાત શબ્દ કરાચીમાં આપ્યો. III. ઈન્દુલાલ યાજ્ઞિકે મહા-ગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગદર ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઉથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ. II. તેનું આયોજન અને નેતૃત્વ લાલા લાજપતરાય અને બિપીનચંદ્ર પાલ દ્વારા થયું હતું. III. પત્રિકાઓ છપાવવાનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું. IV. જોકે, 1920 ના દાયકા દરમ્યાન ગદર પાર્ટીનું પુનઃગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્રબિંદુ તરીકે ચાલુ રહી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો - વિધાન : ભારતમાં તમામ જગ્યાએ વધેલા કૃષિ ઉત્પાદનોમાં ખેડૂતોનો હાથ છે. તારણો : I. ભારતના 80% ખેડૂતો પાસે 1 હેકટરથી ઓછી જમીન છે. II. નાની જમીનોમાં મોટી જમીનો કરતાં વધારે ઉત્પાદકતા છે.
જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી