GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બહેતર સરકારને સુનિશ્ચિત કરવા ભારત સરકારે ઘણા કાયદાઓ ઘડ્યા છે.
કેટલાક મૂળભૂત હકો કે જે તમામ નાગરિકો અને વિદેશીઓને મળે છે તેનાથી વિપરીત મૂળભૂત ફરજો માત્ર ભારતીય નાગરિક પૂરતી સીમિત છે.
ડૉ. બી. આર. આંબેડકરનું મંતવ્ય હતું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અતિ મૂલ્યવાન છે કારણ કે આ સિદ્ધાંતો ભારતના રાજ્યતંત્રનો ધ્યેય - આર્થિક લોકશાહી - ને રજુ કરે છે.
આપેલ પૈકી કોઈ પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જુદા જુદા રંગોના સાત બોક્સ - લાલ, નારંગી, પીળો, લીલો, કાળો, વાદળી અને નીલો - એક ઉપર એક મૂકવામાં આવ્યા છે, જે તે જ ક્રમમાં મૂકેલ હોય તે જરૂરી નથી. પ્રત્યેક બોક્સ ને 101, 121, 151, 191, 231, 221 અને 225 એમ અલગ અલગ નંબર આપેલા છે, જે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. નીલા રંગના બોક્સ અને 221 નંબરના બોક્સની વચ્ચે માત્ર 03 બોક્સ મૂકેલા છે. નીલા રંગના બોક્સ અને નારંગી રંગના બોક્સ વચ્ચે બે બોક્સ મૂકેલા છે. નારંગી રંગનું બોક્સ 221 નંબરના બોક્સની નીચે ક્યાંક મૂકેલું છે. નારંગી રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે માત્ર 01 બોક્સ મૂકેલા છે. કાળા રંગનું બોક્સ 225 નંબરના બોક્સની તરત નીચે અને 221 નંબરના બોક્સની તરત ઉપર મૂકેલું છે. કાળા રંગના બોક્સ અને બોક્સ નંબર 101 વચ્ચે માત્ર એક બોક્સ છે. કાળા રંગના બોક્સને આપેલ નંબર 191 કે 231 નથી. 151 નંબરના બોક્સ અને વાદળી રંગના બોક્સ વચ્ચે માત્ર બે બોક્સ છે. વાદળી રંગના બોક્સ અને તેની તરત નીચે મૂકેલા બોક્સને આપેલ નંબર વચ્ચેનો તફાવત 80 કરતા ઓછો છે. પીળા રંગનું બોક્સ સૌથી ઉપર નથી. પીળા રંગના બોક્સનો નંબર 121 નથી. પીળા રંગના બોક્સ અને લાલ રંગના બોક્સ વચ્ચે માત્ર 02 બોક્સ મૂકેલા છે.
કાળા રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે કેટલા બોક્સ મૂકેલા છે ?

એક
ત્રણ
બે
ત્રણ કરતાં વધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણે લોકપ્રિય સામયિક "જનકલ્યાણ" શરૂ કર્યું હતું ?

સ્વામી સચ્ચિદાનંદ
પુનિત મહારાજ
મોરારી બાપુ
ભીક્ષુ અખંડાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ઋગ્વેદમાં નીચેના પૈકી વિધાનસભાઓનો ઉલ્લેખ થયેલો છે ?
I. સભા
II. સમિતિ
III. વિદાથા

ફક્ત II અને III
ફક્ત I અને III
I, II, અને III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે?
I. દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ટંકારા ખાતે 1824 માં થયો હતો.
II. આર્યસમાજમાં મોટા ભાગલાં મુંબઈ ખાતે 1887 માં પડ્યાં.
III. દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તત્વબોધિની સભાની સ્થાપના કરવામાં આવી હતી.

ફક્ત I અને III
ફક્ત I
ફક્ત II
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના ચૂંટણી પંચ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

ચૂંટણી પંચના સદસ્યની મુદત બાબતે બંધારણમાં નિર્દેશ કરેલ નથી.
ચૂંટણી પંચના સદસ્યની લાયકાત બાબતે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે.
બંધારણે નિવૃત્ત થયેલા ચુંટણી આયુક્તોને બાદમાં અન્ય કોઈ સરકારી નિમણૂંક માટે નિષેધ કરે છે.
આપેલ પૈકી કોઈ નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP