GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પૂર્વ લદાખમાં પેગોંગ સરોવર માટે 12 પેટ્રોલીંગ હોડીઓના નિર્માણ માટે ભારતીય સૈન્યએ ___ સાથે સમજૂતી કરી છે.

ગોવા શીપયાર્ડ લિમિટેડ
મઝગાંવ ડોક શીપ બિલ્ડર્સ
રાજકોટ શીપ બિલ્ડર્સ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ક્ષારીય ભૂમિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ક્ષારીય ભૂમિ વિપુલ માત્રામાં સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ધરાવે છે.
2. ક્ષારીય ભૂમિ સ્થાનિક રીતે રેહ(reh), ઉસર (usar), અને કલાર (kallar) જેવા વિવિધ નામોથી ઓળખાય છે.
3. ક્ષારીય ભૂમિ ઊંચી માત્રામાં નાઇટ્રોજન અને કેલ્શિયમ ધરાવે છે.
4. ક્ષારીય ભૂમિ શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં ઉદ્ભવે છે.

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તારાંકિત પ્રશ્ન - એક દિવસમાં માત્ર 20 પ્રશ્નોની મંજૂરી આપવામાં આવે છે.
2. અતારાંકિત પ્રશ્ન - મંત્રી દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવે છે.
3. ટૂંકી મુદતનો પ્રશ્ન - તેના પછી પૂરક પ્રશ્નો કરવામાં આવતા નથી.
4. પ્રશ્નોની સમયાવધિ - સામાન્ય રીતે પ્રશ્નની સમયાવધિ ચોખ્ખા (clear) 21 દિવસોથી વધુ હોતી નથી અને 10 દિવસથી ઓછી હોતી નથી.

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 1 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક સાંકેતિક ભાષામાં અંગ્રેજી મૂળાક્ષરો પૈકી પ્રત્યેક સ્વરને તે પછી આવતા મૂળાક્ષર તરીકે તથા પ્રત્યેક વ્યંજનને તે પૂર્વે આવતા મૂળાક્ષર તરીકે સંકેતબધ્ધ કરવામાં આવે છે. તો આ સાંકેતિક ભાષામાં "DIFFERENTIATION" નો સંકેત કયો થશે ?

CJEEDSFMSHZUJNM
CJDDFQFOSJBSJPM
CJGGDSDOSHZUJNM
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
Writs (રીટ - ન્યાયાલય આદેશ) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) - અદાલતમાં "લોકસ સ્ટેન્ડી" (Locus Standi) નો સિદ્ધાંત લાગુ પડતો નથી.
2. પરમારદેશ (Mandamus) - કોઈપણ જાહેર અધિકારી અથવા ખાનગી સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાય છે.
3. પ્રતિષેધ (Prohibition) - તે માત્ર ન્યાયિક અથવા અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ જારી કરી શકાય છે.
4. ઉત્પ્રેક્ષણ (Certiorari) - તે ન્યાયિક અથવા અર્ધન્યાયિક સત્તાધિકાર વિરુદ્ધ જારી કરી શકાય છે, વહીવટી સત્તાધિકારો વિરૂદ્ધ જારી કરી શકાય નહિ.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 2 અને 4
ફક્ત 1 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP