GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો.
એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે.
ધોરણ 7, 8 અને 9 ના કુલ છોકરાઓની સંખ્યાની સરેરાશ અને ધોરણ 6, 7 અને 8 ની કુલ છોકરીઓની સંખ્યાની સરેરાશનો તફાવત આશરે કેટલો છે ?

51.67
48.25
આપેલ પૈકી એક પણ નહીં
58.97

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા બે સ્થળો એ તાજેતરમાં વિશ્વ હેરિટેજ સ્થળોની યાદીમાં કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે ?

ભુવાનગીરી તથા ટીપુ સુલતાનના સ્મારકો અને કિલ્લાઓ
ધોલાવીરા અને ભુવાનગીરી
ધોલાવીરા, દખ્ખણ સલ્તનતના સ્મારકો અને કિલ્લાઓ
ટીપુ સુલતાનના સ્મારકો અને કુરૂપ્પમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંસદમાં પ્રસ્તાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો યોગ્ય રીતે જોડાયેલા છે ?
1. સત્તા સૂચક પ્રસ્તાવ (Substantive motion) તે સ્વયં પર્યાપ્ત સ્વતંત્ર દરખાસ્ત છે કે જે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ જેવી અતિ મહત્વની બાબત સાથે સંલગ્ન છે.
2. અવેજી પ્રસ્તાવ (Substitute motion) તે એક મૂળ પ્રસ્તાવની અવેજીમાં ચલાવવામાં આવતો અવેજી પ્રસ્તાવ છે અને તે મૂલ પ્રસ્તાવના વિકલ્પની દરખાસ્ત કરે છે.
3. સમાપન પ્રસ્તાવ (Closure motion) તે પ્રસ્તાવ એ સભ્ય દ્વારા ગૃહમાં કોઈ મુદ્દા પર ચર્ચાને ટૂંકાવવા માટે કરવામાં આવતો પ્રસ્તાવ છે.

1,2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી ?

દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય
રામકૃષ્ણ પરમહંસ
કેશવચંદ્ર સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ અધિનિયમ હેઠળ કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકારની સ્થાપના થશે.
2. આ અધિનિયમ એ ગેરમાર્ગે દોરતી જાહેરાતોને અટકાવવા માટે ખાસ ધ્યાન આપશે.
3. આ અધિનિયમ અંતર્ગત ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકાર એ મોટી જાહેરાત આપનાર જાહેરાતકાર, ઉત્પાદક, વ્યાપારી અથવા સમર્થન આપનાર પર રૂ. 10 લાખ સુધીનો દંડ લગાવી શકશે.

1,2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
બાળ લગ્ન અને ફરજિયાત વિધવાપણાનો વિરોધ કરવા માટે નીચેના પૈકી કોણે 1885માં મુંબઈ ખાતે 'સેવા સદન'ની સ્થાપના કરી ?

આર.જી. ભંડારકર
બેહરમજી એમ. મલબારી
બી.કે. જયકર
શિવ નારાયણ અગ્નિહોત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP