ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
ત્રણ ટી.વી.ની કિંમતનો ગુણોત્તર 4 : 5 : 7 છે. આ પૈકી સૌથી મોંઘી અને સૌથી સસ્તી ટી.વી.ની કિંમતનો તફાવત રૂ.60,000 હોય તો મધ્યકક્ષાની ટી.વી.ની કિંમત કઈ થાય ?
4 : 5 : 7
4x 5x 7x
સૌથી મોંઘી ટી.વી. – સૌથી સસ્તી ટી.વી. = 60000
7x - 4x = 60000
3x = 60000
x = 20000
મધ્યમ કક્ષાની ટી.વી. કિંમત = 5x = 5 x 20000 = 100000
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
A, B, C વચ્ચે નફો એવી રીતે વહેંચવામાં આવે છે કે A ને મળતા દર 100 પૈસાની સામે B ને 65 પૈસા અને C ને 40 પૈસા મળે, જો C ના ભાગે રૂ.8 આવે તો કુલ નફો શોધો.
જો વિકલ્પ લઈ કરવામાં આવે તો વિકલ્પ (A)
20, 24 = 20-20 / 24-20 = 0/4 = 0
વિકલ્પ (B)
24, 26 = 24-20 / 26-20 = 4/6 = 2/3
વિકલ્પ (B) સાચો જવાબ છે.
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
એક વ્યક્તિ નાદારી નોંધાવી. તેની પાસે કુલ રૂ.21, 000 છે. જે પૈસા તેના ચાર લેણદારોમાં વહેંચવાના છે. A અને B વચ્ચે 2 : 3 ના પ્રમાણમાં B અને C વચ્ચે 4 : 5 ના પ્રમાણમાં C અને D વચ્ચે 6 : 7 ના પ્રમાણમાં વહેંચવાના છે. તો A, B, C અને D દરેકને ભાગે કેટલા રૂપિયા વહેંચાયા હશે ?
A : B : C
2×4 : 3×4 : 5×3
8 : 12 : 15
A : B અને B : C માં Bની કિંમત સરખી કરવા માટે 2 : 3 ને 4 વડે અને B : C ને 3 વડે ગુણ્યા.
A : B : C : D
8×2 : 12×2 : 6×5 : 7×5
16 : 24 : 30 : 35 = 105
A : B : C અને C : D માં Cની કિંમત સરખી કરવા માટે 8 : 12 : 15 ને 2 વડે એક 6 : 7 ને 5 વડે ગુણ્યા.
A = 16/105 × 21000 = 3200
B = 24/105 × 21000 = 4800
C = 30/105 × 21000 = 6000
D = 35/105 × 21000 = 7000