GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઈન્ડીયન સાઈન લેન્ગ્વેજ ડિક્ષનરીની ત્રીજી આવૃત્તિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ઉચ્ચ શિક્ષણ મંત્રાલય આ ત્રીજી આવૃત્તિ જાહેર કરશે. II. નવી આવૃત્તિ રોજીંદા વપરાશના 10,000 શબ્દોનું બનેલું હશે. III. તે શૈક્ષણિક, કાયદાકીય, મેડીકલ, ટેકનીકલ, વહીવટી અને કૃષિ લગતા શબ્દોનો પણ તેની અંદર સમાવેશ કરશે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં કેન્દ્ર સરકારે જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટ, 2015 માં માન્ય કરેલાં સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. આ સુધારા બાદ જિલ્લાઓના બાળ સુરક્ષા એકમ (Child Protection Unit) જિલ્લા મેજીસ્ટ્રેટ (DM) હેઠળ કાર્ય કરશે. II. DM સ્વતંત્ર રીતે બાળકલ્યાણ સમિતિનું (Child Welfare Committee) અને ખાસ જુવેનાઈલ પોલીસ એકમ (Specialised Juvenile Police Unit) નું મૂલ્યાંકન કરશે. III. તેઓ બાળ સંભાળ સંસ્થા (Child Care Institute) ની ક્ષમતા અને પાશ્ચાદભૂમિકા ચકાસશે ત્યારબાદ તેની નોંધણી માટે ભલામણ થઈ શકશે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના સૌથી મોટા મલ્ટીમોડલ લોજીસ્ટીક પાર્ક બાબતે નીચે પૈકી કયા વિધાનો સાચાં છે ? I. ગુજરાત સરકારે રીલાયન્સ લોજીસ્ટીક્સ્ ઈન્ડીયા લીમીટેડ સાથે કરાર કર્યો છે. II. આ સૌથી મોટો લોજીસ્ટીક્સ્ પાર્ક વોરચનનગર, સાણંદ ખાતે સ્થાપવામાં આવશે. III. વર્ષ 2023 સુધીમાં 50,000 કરોડની રકમનું રોકાણ કરવામાં આવશે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × પ્રવર્તમાન ભાવ = ___ અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × આધારવર્ષની કિંમત = ___