GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. તે વાવણી પહેલાથી શરૂ કરી લણણી પછીના સમય સુધીના કુદરતી, અટકાવી ન શકાય તેવા જોખમો સામે વ્યાપક રક્ષણ પૂરું પાડે છે. 2. આ વીમા કવચ જંતુઓનો હુમલા તથા રોગોને આવરી લેતું નથી. 3. આ યોજનાએ આપણા દેશના કુલ પાક વિસ્તારના વીમા કવચને 23% થી વધારીને 50% સુધીનું કર્યું છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જાહેર ક્ષેત્રના સુધારા અને વિનિવેશ (disinvestment) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. પસંદગી કરેલા જાહેર ક્ષેત્રોના એકમોના શૅર વેચવા વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી. 2. જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રની કંપનીને વેચવા વિનિવેશની બીજી પદ્ધતિ હતી. 3. પ્રથમ પદ્ધતિ 1991-92 થી 1998-99 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી. 4. બીજી પદ્ધતિ 1999-2000થી 2003-04 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.