સમય અને અંતર (Time and Distance)
150 મીટર લાંબી ટ્રેન 175 મીટર લાંબા પ્લેટફોર્મને 13 સેકન્ડમાં પસાર કરે છે. તો તે ટ્રેનની ઝડપ એક કલાકમાં કેટલા કિલોમીટરની હશે ?
સમય અને અંતર (Time and Distance)
એક બસ ત્રણ કલાકમાં 150 કિ.મી. અંતર કાપે છે. અને પછીના બે કલાકમાં પ્રતિકલાક 60 કિ.મી.ની ઝડપે મુસાફરી કરે છે. બસની પ્રતિકલાક સરેરાશ ઝડપ શોધો.
પ્રથમ ત્રણ કલાકમાં = 150 કિ.મી. પછીના બે કલાકમાં = 2 × 60 = 120 કિમી. અંતર = સમય X ઝડપ કુલ અંતર = 150 + 120 = 270 કિ.મી. કુલ સમય = 3 + 2 = 5 કલાક સરેરાશ ઝડપ = કુલ અંતર/કુલ સમય = 270/5 = 54 કિ.મી./કલાક
સમય અને અંતર (Time and Distance)
અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશન પહોંચે છે. તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 Km/hr ની ઝડપે ચાલે છે. તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે ?
5 અને 6 નો લ.સા.અ. 30 થાય તેથી કુલ અંતર = 30 કિ.મી.
5 કિ.મી./કલાકની ઝડપે લાગતો સમય =30/5 = 6 કલાક 6 કિ.મી./કલાકની ઝડપે લાગતો સમય = 30/6 = 5 કલાક સમયનો તફાવત = 6-5 = 1 કલાક = 60 મિનિટ
60 મિનિટ → 30 કિ.મી.
15 મિનિટ → (?) 15/60 × 30 = 7.5 કિ.મી.
સમય અને અંતર (Time and Distance)
36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપે બે ટ્રેન સામસામેથી આવે છે. ઘીમી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે. તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો.
સમય અને અંતર (Time and Distance)
બે વ્યક્તિ સાથે ચાલવાનું શરૂ કરે છે. એક 3 કિલોમીટર પ્રતિ કલાક અને બીજો 3.75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. બીજો વ્યક્તિ પહેલા કરતાં અડધો કલાક પહેલા નિર્ધારિત સ્થળે પહોચે છે. તો અંતર કેટલું હશે ?