GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના વિવિધ ભંડોળ (Funds) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સરકારની તમામ આવકો અને ખર્ચા ભારતના એકત્રિત ભંડોળ, ભારતના આકસ્મિક ભંડોળ અને ભારતના જાહેર ખાતા (Public account) માં જમા કરવામાં અને ઉધારવામાં આવે છે. 2. આકસ્મિક ભંડોળમાંથી કોઈ પણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની મંજૂરીની જરૂર નથી. 3. ભારતના જાહેર ખાતામાંથી કોઈપણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની પછીની મંજૂરી (post fact approval) જરૂરી છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં નથી ? 1. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ફરજો બજાવી શકતા નથી. 2. ઉપરાષ્ટ્રપતિ ભારતના એકત્રિત ભંડોળમાંથી પગાર અને અન્ય ભથ્થાઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેળવે છે. 3. જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજો બજાવે છે ત્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ, રક્ષણ અને વિશેષાધિકારો ભોગવે છે. 4. જ્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ફરજો કોણ બજવશે તે બાબતે બંધારણ મૌન (silent) છે.