કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ?

કડવાં વેણથી આપણને દુઃખ થાય છે
મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ?
ગોળથી કીડીને મઝા પડે છે
ઝેરથી માણસની પરખ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો.

જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી
તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં
ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે
ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બોડીને ત્યાં વળી કાંહકી કેવી ?

જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ?
તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે
વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી
બોડીની કાંસકી ખોવાઈ ગઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
તાણ્યો વેલો થડથી જાય

વેલો તાણવાથી થડ તૂટી જાય છે.
વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે.
બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય
થડ અને વેલા જેવી મિત્રતા રાખવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
‘ઇચ્છા હોય તો બધુ થાય’ - આવો અર્થ આપતી કહેવત નીચેના વિકલ્પોમાંથી શોધો.

મન ચંગા તો કથરોટ મેં ગંગા
ધરમના કામમાં ઢીલ નહીં
મન હોય તો માળવે જવાય
આપ સમાન બલ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાર ભૈયાને તેર ચોકા

જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય
મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું
સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય
શકિતશાળી હોય તેને વધુ લાભ મળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP