GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. તેઓ રાષ્ટ્રપતિ તરીકે વધુમાં વધુ છ મહીનાના સમયગાળા માટે કાર્ય કરી શકે છે. 2. રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષના પદની ફરજો બજાવતાં નથી. 3. બંધારણે ભારતના ઉપરાષ્ટ્રપતિ માટેના ભથ્થા નિશ્ચિત કર્યા નથી.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 42મા અને 44મા બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળ દ્વારા સહાય અને સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવી દીધી છે. 2. એક વખત સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપીત કર્યું હતું કે લોકસભાના વિસર્જન થયા પછી પણ મંત્રીમંડળનો હોદ્દો (office) પૂર્ણ થતો નથી. 3. અનુચ્છેદ 74 વૈકલ્પીક છે, તેથી રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સહાય અને સલાહ વગર કારોબારી સત્તાઓ વાપરી શકે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. મહીલા અને બાળવિકાસ મંત્રાલયે તેના તમામ મુખ્ય કાર્યક્રમો ત્રણ છત્રો હેઠળ વર્ગીકૃત કર્યા છે. 2. છત્ર કાર્યક્રમો, મિશન પોષણ 20, મિશન વાત્સલ્ય અને મિશન શક્તિ છે. 3. આંગણવાડી સેવાઓ મિશન વાત્સલ્ય હેઠળ આવે છે. 4. બેટી બચાવો અને બેટી પઢાવો અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના મિશન શક્તિ હેઠળ આવે છે.