GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના તાજેતરમાં તરતું મુકવામાં આવેલાં INS ધ્રુવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. INS ધ્રુવ પરમાણુ મિસાઈલનું પગેરું લેતું જહાજ (Nuclear Wissile Tracking Vessel) છે કે જે શત્રુ દેશોના પરમાણુ મિસાઈલોનું પગેરું શોધી કાઢે છે. 2. ભારત આ ટેકનોલોજી ધરાવતો વિશ્વનો 5 મો દેશ છે. 3. તેનું નિર્માણ ભારતના ગોવા શીપયાર્ડ લીમીટેડ ખાતે થયું હતું.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ બાબતો સંઘ જાહેર સેવા આયોગની કાર્યકારી હકૂમત (functional jurisdiction) ની બહાર રાખવામાં આવી છે ? 1. પછાત વર્ગના નાગરીકોના તરફેણમાં નિમણૂક અથવા જગ્યાઓ માટે અનામતની જોગવાઈ કરવી. 2. સેવાઓ અને હોદ્દાઓ ઉપર નિમણૂકો કરતી વખતે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના દાવાઓ ધ્યાનમાં લેવા. 3. આયોગો અથવા ટ્રીબ્યુનલોની અધ્યક્ષતા અથવા સભ્યપદની પસંદગી
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે. જેમને ઓછામાં ઓછા બે રંગ ગમતા હોય તેવા વિદ્યાર્થીઓનો, જેમને માત્ર એક જ રંગ ગમતો હોય તેવા વિદ્યાર્થીઓ સાથેનો ગુણોત્તર કેટલો થશે ?
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સંસદમાં દૂર કરવાનો પ્રસ્તાવ લેકસભાના 100 સભ્યો અને રાજ્યસભાના 50 સભ્યો દ્વારા સહી કરેલો હોવો જોઈએ. 2. સ્પીકરે/અધ્યક્ષે પ્રસ્તાવનો સ્વીકાર કરવો પડશે, તેનો અસ્વીકાર કરી શકશે નહીં. 3. જો સ્વીકાર થાય તો સ્પીકર અધ્યક્ષ પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરશે, 4. પાંચ સભ્યોની સમિતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ, નિયંત્રક-મહાલેખા પરીક્ષક અને દરેક ગૃહના એક સભ્યની બનેલી હશે.