GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો ગ્રીનીચ (મુખ્ય રેખાંશ - પ્રાઈમ મેરિડિયન) ખાતે બપોરના 12.00 વાગ્યા હોય, પરંતુ પૃથ્વીના અન્ય એક ભાગમાં જો લોકો સ્થાનિક સમય મુજબ સવારની ચા 6:00 કલાકે પીતા હોય તો તે જગ્યાનો રેખાંશ ___
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બંધારણના સુધારણાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું /સાચાં છે ? 1. બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળમાં જ કરી શકાય. 2. સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા જ દાખલ કરી શકાય. 3. સંવિધાનની કેટલીક જોગવાઇઓની સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે. 4. રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયકને અનુમોદન આપવું જ પડે, તે આ વિધેયક ને અટકાવી શકે નહીં કે પરત મોકલી શકે નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક ગામમાં કેટલાક લોકોની સરેરાશ ઉંમર 42 વર્ષ છે. પણ ચકાસણી બાદ માલૂમ પડ્યું કે એક વ્યક્તિની ઉંમર તેની વાસ્તવિક ઉંમર કરતા 20 વર્ષ ઓછી ધ્યાને લેવાય છે. આથી સુધારા બાદ, નવી સરેરાશ 1 જેટલી વધે છે. તો લોકોની કુલ સંખ્યા કેટલી હશે ?