GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારે તેનો પ્રથમ રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ કાર્યક્રમ 18 જાન્યુઆરી 2021 થી 17 ફેબ્રુઆરી 2021 દરમ્યાન મનાવ્યો જેનો મુખ્ય વિચાર ___ હતો.

સબકી સડક - સબકી સુરક્ષા
આપેલ પૈકી એક પણ નહીં
સડક સુરક્ષા - જીવન સુરક્ષા
સબકી સડક - મંગલમય જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક સાંકેતિક ભાષામાં અંગ્રેજી મૂળાક્ષરો પૈકી પ્રત્યેક સ્વરને તે પછી આવતા મૂળાક્ષર તરીકે તથા પ્રત્યેક વ્યંજનને તે પૂર્વે આવતા મૂળાક્ષર તરીકે સંકેતબધ્ધ કરવામાં આવે છે. તો આ સાંકેતિક ભાષામાં "DIFFERENTIATION" નો સંકેત કયો થશે ?

CJGGDSDOSHZUJNM
CJEEDSFMSHZUJNM
આપેલ પૈકી એક પણ નહીં
CJDDFQFOSJBSJPM

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જાહેર ક્ષેત્રની સુધારણાના ભાગરૂપે ભારત સરકારે વિનિવેશની બે પદ્ધતિઓ અપનાવી.આ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
i. પસંદગીના જાહેર ક્ષેત્રના એકમોના શેરનું વેચાણ કરવું એ વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી.
ii. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગી ક્ષેત્રની કંપનીને વેચાણ કરવું એ વિનિવેશની બીજી પદ્ધતિ હતી.
iii. પ્રથમ પદ્ધતિનો ઉપયોગ 1991-92 થી 1998-99ના સમયગાળા દરમ્યાન થયો.
iv. બીજી પદ્ધતિનો ઉપયોગ 1999-2000 થી 2003-04 ના સમયગાળા દરમ્યાન થયો.

ફક્ત i, ii અને iv
ફક્ત i, ii અને iii
i, ii, iii અને iv
ફક્ત ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. ભારતના બંધારણનો અનુચ્છેદ 16 નાગરિકને જાહેર રોજગારીની બાબતમાં રાજ્ય દ્વારા ભેદભાવ સામે રક્ષણ આપે છે.
2. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ સમાજના વર્ગનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે.
3. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો બીજો માપદંડ જાહેર રોજગારમાં અપૂરતું પ્રતિનિધિત્વ છે.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP