GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ચાર વ્યક્તિઓ એકબીજા સાથે વાર્તાલાપ કરે છે એ અંગેના વિધાનો નીચે આપેલ છે. • અજય : કોરોના વાયરસના કારણે આ વર્ષે ભારતમાં આર્થિક વૃદ્ધિનો દર ઓછો છે. • અકબર : વિશ્વના તમામ દેશોમાં કોરોના વાયરસ ને કારણે પ્રતિકૂળ અસર થઈ છે. • એન્થની : કોરોના વાયરસ ના કારણે જે મંદી આવી છે, તેને પહોંચી વળવા માટે વિશ્વના દેશોની સરકારો એ વિસ્તૃત રાજકોષીય નીતિ અપનાવી છે. • અમરસિંહઃ હું માનું છું કે અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા સરકારોએ સાર્વત્રિક મૂળભૂત આવક યોજના (UBI) લાગુ કરવી જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી તે વ્યક્તિ ને ઓળખો જેનું નિવેદન આદર્શલક્ષી છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન 'R' ને પાછલા વર્ષઃ 2020-21 માં લેધરના ધંધામાં રૂા. 4,00,000 ખોટ ગઈ છે. આ જ સમાન વર્ષમાં કમાયેલી નીચેના પૈકી કઈ આવક સામે તેઓ આ ખોટને માંડવાળ કરી શકે ? i. વસ્ત્રોના ધંધામાંથી કમાયેલ રૂા. 1 લાખનો નફો ii. જ્વેલરીના વેચાણથી થયેલ રૂા. 2 લાખનો લાંબા ગાળાનો મૂડી નફો iii. રૂા. 1 લાખની પગારની આવક
પહેલા (i) અને ત્યારબાદ (ii) અને (iii)
પહેલા (ii) અને ત્યારબાદ (i); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ.
પ્રથમ (i) માંથી અને ત્યારબાદ (ii); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ.
પ્રથમ (i) માંથી અને ત્યારબાદ (iii); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ.