GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના માંથી કયું એક સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ના અભ્યાસનો વિષય છે.

કાપડ ઉદ્યોગની નફાકારકતા પર વેતન વધારાની અસર
કારની માગ પર પોલાદ અને લોખંડના ભાવમાં વધારાની અસર
ફુગાવાના દરમાં ઘટાડાની ભારતના લોકોના જીવનધોરણ પર અસર
જ્યારે વધુ કપાસની આયાત કરવામાં આવે ત્યારે કપાસના ભાવો પર પડતી અસર.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ પૈકી કયું/કયા આંતરરાષ્ટ્રીય વ્યાપારના/નો ગેરફાયદા/ગેરફાયદો છે ?

વિશિષ્ટીકરણ અને કાર્યક્ષમતામાં વધારો
પરાધીનતા ના કારણે ઉદભવતી સમસ્યાઓ અને એક દેશથી બીજા દેશમાં આર્થિક વિક્ષેપ નું સંક્રમણ બંને
પરાધીનતા ના કારણે ઉદભવતી સમસ્યાઓ
એક દેશથી બીજા દેશમાં આર્થિક વિક્ષેપ નું સંક્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વેપારી બેન્કિંગ ના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક વિશે નીચેના માંથી કયુ/કયા વિધાન /વિધાનો સાચા છે? વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
I. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) અનામત પ્રમાણના રૂપમાં તેની પાસેના અનામત પર વેપારી બેંકો ને કોઈ વ્યાજ આપતી નથી
II. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ફરજિયાત બનાવ્યું છે કે 100% વૈધાનિક રોકડતા પ્રમાણ સરકારી જામીનગીરીઓના સ્વરૂપ માં હોવું જોઈએ.
III. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની મરજી પ્રમાણે ગમે તે બેંકનું રાષ્ટ્રીયકરણ કરી શકે છે.
IV. 1992 પછી વૈધાનિક રોકડતા પ્રમાણમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે.

I અને III
I અને IV
II અને III
III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવક વેરા ધારા-1961 અંતર્ગત આકારણી વર્ષ-2021-22 માટે સુ. શ્રી ‘A’- બિનરહીશની કુલ આવકની અને કર અંગેની જવાબદારીની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કયો લાભ મળવાપાત્ર નથી ?

રીઝર્વ બેંક દ્વારા માન્ય કરવામાં આવેલ NRO બચત ખાતા પર તેણીને મળેલ વ્યાજ અંગેની કપાત.
તેણી દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં અપાયેલ દાન અંગે મળતી કપાત.
તેણીની કુલ આવક રૂા. 4,40,000 અંગે ચૂકવવાપાત્ર કરમાંથી મળતી રૂા. 9,500 ની કર છૂટ (કલમ 87 A હેઠળ).
બેંગ્લોર ખાતેની તેમની મકાન મિલકતની આવક ગણતી વખતે ગ્રોસ વાર્ષિક મૂલ્યના 30% લેખે કપાત.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કયું વિધાન સંચાલકીય હિસાબનીશ (Management Accountant) ની ભૂમિકાનું શ્રેષ્ઠ વર્ણન કરે છે ?

સંચાલકીય હિસાબનીશ સંસ્થા માટે નાણાકીય પત્રકો તૈયાર કરે છે.
સંચાલકીય હિસાબનીશ મૂળભૂત રીતે માહિતી સંગ્રહકર્તા છે.
સંચાલકીય હિસાબનીશ સંસ્થામાં નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.
સંચાલકીય હિસાબનીશ સંસ્થામાં મુખ્ય નિર્ણયો લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટીંગના ધોરણો એ ઓડીટ પ્રક્રિયાથી અલગ પડે છે. ઓડીટ પ્રક્રિયા એ ___ સાથે સંબંધિત છે.

ઓડીટર દ્વારા કરવામાં આવેલ ઓડીટ ધારણાઓ
ઓડીટર દ્વારા કરવામાં આવેલ કૃત્યો (Acts)
ગુણવત્તા માપદંડ
કામની પદ્ધતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP