GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પુરવઠાની મુલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?

ટકાઉ વસ્તુઓની સરખામણીમાં નાશવંત વસ્તુઓ નો પુરવઠો વધારે મૂલ્ય સાપેક્ષ હોય છે.
જો નિયોજકો ઉત્પાદન વધારવાનું જોખમ ખેડવા તૈયાર હશે તો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા ઓછી હશે.
જો ઉત્પાદન માટે જરૂરી સાધન સરળતાથી મળી રહે તો પુરવઠા મૂલ્ય અનપેક્ષ હશે.
જો ઉત્પાદન વધારવાના કારણે ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો થાય તો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા ઓછી હશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકની સાનુકૂળ નાણાકીય નીતિ નો અર્થ નીચેના પૈકી કયું થશે ?

વ્યાપારી બેંકો ની વધારાની લોન માટેની બધી માંગ ને ભારતીય રિઝર્વ બેંક માન્ય રાખશે.
આવનાર સમયમાં વ્યાજ દર ઘટશે.
વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો થઇ શકે છે.
આવનાર સમયમાં વ્યાજ દર વધશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
2015-2020 ભારતની નવી વિદેશ વ્યાપાર નીતિ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

તે ધંધાકીય સરળતા (Ease of doing business) પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
નવી નીતિનું કેન્દ્ર વસ્તુઓ અને સેવાઓ બંનેની નિકાસ વધારવાનું છે.
નવી નીતિ નો હેતુ 2022 સુધીમાં વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં 10% સુધી વધારવાનો છે.
નવી નીતિ અંતર્ગત સંરક્ષણ અને હાઈટેક વસ્તુઓની નિકાસને વેગ આપવા પગલાં લેવામાં આવ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃનિમણુક ન થાય તેવા સંજોગોમાં –

કંપનીમાં બોર્ડ ઓફ ડીરેકટર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે.
કંપનીના વહીવટી નિયામક કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે.
કેન્દ્ર સરકાર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે.
કલમ 139(10) મુજબ હાલના ઓડિટર એ ઓડિટર તરીકે ચાલુ રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કેન્દ્રીય માલ અને સેવા વેરા કાયદા -2017 (CGST Act-2017) અનુસાર કરપાત્ર બનતી વસ્તુઓ અને સેવાઓને વિવિધ ચોક્કસ સંકેત (કોડ) આપીને તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેને 'હાર્મોનાઈઝ સિસ્ટમ નોમેનક્લેચર (HSN)' સંકેત (કોડ) કહે છે. આ HSN સંકેતનો ઉદભવ અને વિકાસ કોના દ્વારા કરવામાં આવ્યો.

HSN/SAC કોડ સમિતિ
કસ્ટમ કૉ-ઓપરેશન કાઉન્સિલ ઓફ બેલ્જીયમ
ભારતની GST કાઉન્સિલ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાન પર લો.
I. ભારતના મુખ્ય આયાત ભાગીદારો ચીન, અમેરિકા, UAE, સાઉદી અરેબિયા અને સ્વિત્ઝરલેન્ડ છે.
II. ભારતના મુખ્ય નિકાસ ભાગીદારો UAE, અમેરિકા, સિંગાપુર અને ચીન છે
III. આઝાદી પછી વિદેશ વ્યાપારમાં ભારત દ્વારા નવા વ્યાપાર સંબંધો અને નીતિઓ સ્થાપિત થઈ છે
ઉપર આપેલ વિધાનોમાંથી કયું/કયા વિધાનો/વિધાન સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબની પસંદગી કરો.

I અને II બંને
I, II અને III
માત્ર II
માત્ર I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP