GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારની બધી આવકો અને ખર્ચનું ઓડીટ કરવા માટે કોણ જવાબદાર છે ?

નાણા મંત્રી
નિયંત્રક અને મહા હિસાબી પરીક્ષક (CAG)
ઓડીટ મંત્રી
વાણિજ્ય મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેની વ્યાખ્યાઓ ધ્યાનમાં લો અને તેમાંથી કઈ વ્યાખ્યા ખોટી છે તે ઓળખો.

બેઝ રેટ (Base rate) – તે એવો વ્યાજ દર છે જેની નીચે શીડ્યુલ્ડ વેપારી બેંકો તેના ગ્રાહકોને ધિરાણ આપી શકે નહિ.
રીવર્સ રેપો રેટ - તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેન્કને તેના દ્વારા ટુંકા ગાળા માટે મળેલ ધિરાણ પર ચૂકવે છે.
ખુલ્લા બજારની નીતિ – ભારતીય રીઝર્વ બેંક દ્વારા અથવા બજારમાંથી સરકારી જામીનગીરીઓનું વેચાણ અથવા ખરીદી.
બેંક રેટ – તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેંક પાસેથી લેવામાં આવેલી લાંબાગાળાની લોન માટે ભારતીય રીઝર્વ બેંકને ચૂકવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પરસ્પર સંબંધિત પ્રકલ્પોમાંથી પસંદ કરવામાં આવે ત્યારે, જે પ્રકલ્પનો ___

સૌથી લાંબો પરત આપ સમય હોય તે પસંદ થાય છે.
સૌથી ઝડપી પરત આપ સમય હોય તે પસંદ થાય છે.
લઘુત્તમ મૂડી પડતર હોય તે પસંદ થાય છે.
સૌથી વધુ ચોખ્ખું વર્તમાન મુલ્ય હોય તે પસંદ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ઓડીટ રીપોર્ટમાં અયોગ્ય અભિપ્રાય એ કંપનીની ભાવિ સધ્ધરતાની બાહેધરી છે.
સ્વતંત્રતા શબ્દ સૂચવે છે કે ઓડીટરે અસીલ (Client)ની માહિતીની ગુપ્તતાનો આદર કરવો જોઈએ.
ઓડીટ બાંહેધરી પત્ર એ અસીલ (Client) દ્વારા ઓડીટરને મોકલવામાં આવે છે.
વિવિધ અંકુશનો સમાવેશ કરતી યોગ્ય હિસાબી પદ્ધતિ જાળવવી એ સંચાલકોની જવાબદારી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન (IDA) સંબંધિત નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
I. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન એ વિશ્વ બેંક જૂથના 'સોફ્ટ લોન વિન્ડો’ તરીકે ઓળખાય છે.
II. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન ગરીબ દેશોને વ્યાજ મુક્ત લોન આપીને ગરીબી ઘટાડવામાં મદદ કરે છે.
III. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન એવા દેશોને અનુદાન પૂરું પાડે છે કે જે ગંભીર દેવાની સમસ્યાચી પીડાય છે
નીચે આપેલા વિકલ્પ માંથી સાચા વિકલ્પની પસંદગી કરો.

વિધાન (I) ખોટું છે અને વિધાન (II) અને (III) સાચા છે.
વિધાન (I) અને (II) સાચા છે અને વિધાન (III) ખોટું છે.
ફક્ત વિધાન (III) સાચું છે.
આપેલા બધા વિધાનો સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વેપારી બેંક ના સંદર્ભમાં નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. વિધાનોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. બેંકો નોટો છાપી અને બહાર પાડી શકતી નથી, પરંતુ તેઓ શાખ સર્જી શકે છે
II. થાપણને ધિરાણમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શાખ સર્જન તરીકે ઓળખવામાં આવે છે.
III. વેપારી બેંકો દ્વારા શાખસર્જન અનિશ્ચિત સમય માટે ચાલુ રહે છે.
IV. રોકડ અનામત પ્રમાણમાં વધારો બેન્કો દ્વારા થતાં શાખ સર્જનને ઘટાડે છે.

I, II અને IV
II અને IV
II, III અને IV
I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP