GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જ્યારે આર્થિક સુધારા દાખલ કરવામાં આવ્યા ત્યારે નીચેના પૈકી કઈ ગતિવિધિ 1991 દરમ્યાન ધ્યાને આવેલ ન હતી ?

જાહેર દેવું ભારતના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)ના લગભગ 60 ટકા હતું.
વિદેશી અનામત ખૂબ જ ઉચ્ચ સ્તરે જાળવવામાં આવ્યા હતા.
નિયંત્રણ અને લાઈસન્સનો પ્રભાવ હતો.
ફુગાવાએ બે અંકોને પાર કર્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારે તેના સૌથી ઊંચું હવામાન શાસ્ત્ર કેન્દ્રની સ્થાપના ___ ખાતે કરી છે.

આપેલ પૈકી એક પણ નહીં
ઊંટી, તામિલનાડુ
લેહ, લદાખ
ગુરૂ શિખર ટોચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડી - જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1. સેરેબ્રમ (બૃહદ મસ્તિષ્ક) - મગજના મોખરાના કાર્યો જેવા કે વિચારો અને ક્રિયાઓ
2. થેલેમસ - શરીર, આંખો, કાન અને અન્ય સંવેદન અંગોમાંથી તમામ સંવેદનાઓ મેળવે છે.
3. હાયપોથેલેમસ - દ્રષ્ટિ, શ્રવણ અને ઊંઘ સાથે સંકળાયેલ છે.
4. મધ્ય મસ્તિષ્ક - ગુસ્સો, આક્રમકતા અને ભૂખની લાગણીઓ સાથે સંકળાયેલ છે.

1, 2, 3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 3 અને 4
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત, થાઈલેન્ડ અને ___ વચ્ચે ત્રિપક્ષીય નૌકા કવાયત SITMEX-20 આંદામાનના દરિયામાં યોજાય ગઈ.

વિયેતનામ
શ્રીલંકા
દક્ષિણ કોરિયા
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારની જનની સુરક્ષા યોજના બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. જનની સુરક્ષા યોજના એ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન હેઠળની સલામત માતૃત્વ માટેની દરમ્યાનગીરી છે.
ii. જનની સુરક્ષા યોજના અનુસાર ગુજરાત એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડીશા અને ઉત્તર પ્રદેશ સાથે ઓછી કામગીરી કરતાં રાજ્યોની શ્રેણી હેઠળ આવે છે.
iii. જનની સુરક્ષા યોજનાનો મુખ્ય ઉદેશ ગરીબ ગર્ભવતી મહિલાઓમાં સંસ્થાકીય પ્રસુતિને ઉત્તેજન આપી માતા અને નવજાત શિશુનો મૃત્યુદર ઘટાડવાનો છે.

i, ii અને iii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. પાંચનું જૂથ (G5) - બ્રાઝિલ, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને મેક્સિકો.
2. આઠનું જૂથ (G8) - ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, યુ.કે., યુ.એસ.એ., કેનેડા અને રશિયા
3. વીસનું જૂથ (G20) - સાઉદી અરબ, દક્ષિણ કોરિયા અને તુર્કી આ જૂથના સભ્યો નથી.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP