ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉમરનું પ્રમાણ 2 : 3 : 5 છે, સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે ?
પુત્રોની ઉંમરનો ગુણોત્તર 2 : 3 : 5 છે. આથી તેમની ઉંમર અનુક્રમે 2x, 3x અને 5x હશે.
સૌથી મોટો પુત્ર = 5x = 30
x = 30/5 = 6
પિતાની ઉંમર = 2x + 3x + 5x = 10x = 10 × 6 = 60 વર્ષ
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
રૂપિયા 450 માં કેટલાક દડા ખરીદવામાં આવ્યા. જો ભાવ 15 રૂપિયા ઓછા હોત, તો તેટલી જ રકમમાં 5 દડા વધુ મળ્યા હોત. કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ?
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
A, B, C વચ્ચે નફો એવી રીતે વહેંચવામાં આવે છે કે A ને મળતા દર 100 પૈસાની સામે B ને 65 પૈસા અને C ને 40 પૈસા મળે, જો C ના ભાગે રૂ.8 આવે તો કુલ નફો શોધો.