GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પૃથ્વી-2 (Prithvi-2) મિસાઈલ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. ભારતે સ્વદેશી રીતે વિકસાવેલ પરમાણુ સક્ષમ પૃથ્વી- 2 જમીનથી જમીન મિસાઈલનું સફળ રાત્રિ અજમાયશ (ટ્રાયલ) કર્યું છે. ii. મિસાઈલ 850 કિમીની પ્રહાર પહોંચમર્યાદા સાથે 1500-2000 કિલોગ્રામ હથિયાર વહનની ક્ષમતા ધરાવે છે. iii. મિસાઈલ પ્રવાહી પ્રોપલ્શન (liquid propulsion) ટ્વી્ન એન્જીન (twin engine) દ્વારા સંચાલિત છે. તે આધુનિક અંતર્ગત માર્ગદર્શક પ્રણાલીનો (advanced inertial guidance system) ઉપયોગ કરે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના ‘‘ગારુડી'' લોકસમુદાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. આ સમુદાયના લોકો ગરુડ પક્ષી પકડવાના કસબના કારણે જાણીતાં છે. ii. આ સમુદાયના કેટલાક લોકોનો વ્યવસાય રાવણહથ્થા ઉપર ગીત ગાઈ ભિક્ષા માંગવાનો છે. iii. આ સમુદાયનો પેટા સમુદાય, નાગમંદ્રા, નાગના બારોટ મનાય છે,
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે : 'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી 'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી 'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી 'A & B’ એટલે A એ B કરતા નાનો નથી 'A # B” એટલે A એ B કરતા મોટો નથી આપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો. વિધાનો : Z%N,N#K,K$M,M@R તારણો : (I) M$N (II) M%N