GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સામાન્ય ચૂંટણીથી અલગ રીતે, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા માટે મતદાર મંડળ (Electoral College) માં 50% + 1 મત મેળવવા જરૂરી છે. 2. રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંકળાયેલા તમામ પ્રશ્નો અને વિવાદોની તપાસ અને નિર્ણય એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે જેનો નિર્ણય આખરી ગણાય છે. 3. મતદાર મંડળ (Electoral College) અધૂરું હતું. તે આધાર પર કોઈ પણ વ્યક્તિની રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી એ પડકારી શકાય નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બંધારણના સુધારણાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું /સાચાં છે ? 1. બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળમાં જ કરી શકાય. 2. સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા જ દાખલ કરી શકાય. 3. સંવિધાનની કેટલીક જોગવાઇઓની સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે. 4. રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયકને અનુમોદન આપવું જ પડે, તે આ વિધેયક ને અટકાવી શકે નહીં કે પરત મોકલી શકે નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
દૂધ અને પાણીના 3:1 પ્રમાણના 24 લિટરના મિશ્રણમાં 8 લિટર પાણી ઉમેરવામાં આવે છે. તો પરિણામે મળતા મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી. S અને U ની બરાબર વચ્ચેના માળ પર કોણ રહે છે ?