GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના મોટા ભાગ પર શાસન કરતા વલભીના મૈત્રકોનું રાજ્ય સિંધના આરબોના હુમલાને લઈને તૂટી પડ્યા બાદ ગુજરાતમાં ઉત્તરના ___ અને દક્ષિણના ___ ની સત્તા પ્રવર્તી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1857 ની ક્રાન્તિ દરમિયાન ગુજરાતમાં થયેલી પ્રવૃત્તિઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. વડોદરાના મહારાજા ખંડેરાવના સાવકાભાઈ બાપુ ગાયકવાડ, પાટણના મગનલાલ વાણિયા અને વડોદરાના નિહાલચંદ્ર ઝવેરીએ ખંડેરાવને પદભ્રષ્ટ કરી ગુજરાતમાં અંગ્રેજોનું શાસન નાબુદ કરવાની યોજના ઘડી હતી. ii. મંટોડી (ઈડર રાજ્ય તાબાના)ના ઠાકોર સૂરજમલે વિદ્રોહ કર્યો. iii. ઓખા-દ્વારકાના વિસ્તારમાં જોધા માણેકની આગેવાની હેઠળ વિદ્રોહ થયો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે : 'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી 'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી 'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી 'A & B’ એટલે A એ B કરતા નાનો નથી 'A # B” એટલે A એ B કરતા મોટો નથી આપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો. વિધાનો : U@D,D$E,E%Y,Y&W તારણો : (I) U@Y (II) W%D
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં વન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ભારતમાં ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલોના મુખ્ય વિસ્તારો પશ્ચિમ ઘાટ, શિલોંગનો ઉચ્ચપ્રદેશ, આંદામાન-નિકોબાર દ્વિપસમુહ અને લક્ષદ્વીપ છે. ii. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોના મુખ્ય વૃક્ષો ટીક, સાલ, આંબો અને ચંદન છે. iii. ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો ચોમાસુ વન તરીકે પણ ઓળખાય છે. iv. 1988ની રાષ્ટ્રીય વન નીતિ કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા વન ક્ષેત્ર / વૃક્ષ હેઠળ હોવા જોઈએ તેવી દરખાસ્ત કરી હતી.