GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતની આબોહવાકીય લાક્ષણિકતાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. દક્ષિણના જિલ્લાઓ ભેજવાળી આબોહવા અનુભવે છે જ્યારે ઉત્તરના ક્ષેત્રો સૂકી આબોહવા અનુભવે છે. ii. દક્ષિણના જિલ્લાઓ સૂકી આબોહવા અનુભવે છે જ્યારે ઉત્તરના લોકો ભેજવાળી આબોહવા અનુભવે છે. iii . ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ 33 થી 152 cm ની મર્યાદામાં બદલાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. દક્ષિણ પૂર્વ એશિયામાં મુખ્ય ઈમીગ્રન્ટ (દેશાંતરવાસી) વંશીય જૂથ ચાઈનીઝ અને ભારતીયો છે. ii. દક્ષિણ પૂર્વ એશિયાની હાલની વસ્તીની મોટી બહુમતી મોંગોલોઈડ વંશીય જૂથ ધરાવે છે. iii. દક્ષિણ પૂર્વ એશિયાના હાલના વસાહતીઓના જાણમાં હોય તેવા સૌ પ્રથમ પૂર્વજો ઓસ્ટ્રેલોઈડ હતા પરંતુ તેઓ તેમની પાછળ ખૂબ ઓછી નિશાની છોડી ગયા.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જોડકા જોડો. કર્તા a. મનુભાઈ પંચોળી b. પન્નાલાલ પટેલ c. ઈશ્વર પેટલીકર d. ચુનીલાલ મડિયા કૃતિ i. ઋણાનુબંધ ii. મીણ માટીના માનવી iii. ઝેર તો પીધાં છે જાણી જાણી iv. વ્યાજનો વારસ
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? i. રાજસ્થાની ચિત્રકલાનું મૂળ સ્ત્રોત પશ્ચિમ ભારતની લઘુચિત્ર શૈલીમાં રહેલું છે. ii. રાજસ્થાની ચિત્રકલામાં ભારતીય ભીતચિત્રોની પરંપરા રહેલી છે. iii. પહાડી ચિત્રકલાના વિકાસમાં મુઘલ ચિત્રકલાનો પણ ફાળો છે.