GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
“મુક્ત વેપાર એ વ્યાપાર નીતિની એવી પધ્ધતિ છે જે ઘરેલું અને વિદેશી વસ્તુઓ વચ્ચે કોઈ જ ભેદ રાખતી નથી અને તેથી વધારાનો બોજ પછી લાદવામાં આવતો નથી અને પહેલાંની કોઈ ખાસ તરફેણ મંજૂર કરવામાં આવતી નથી.’’ મુક્ત વેપારની આ વ્યાખ્યા ___ દ્વારા આપવામાં આવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સમાન સીમાંત તૃષ્ટિગુણનો નિયમ કેટલીક ધારણાઓને આધારે છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે. તેમાંથી કઈ સાચી છે તે જણાવો. (I) ઉપભોક્તા તર્કસંગત છે. (II) તૃષ્ટિગુણ એ ક્રમિકતા ધરાવે છે. (III) ઈચ્છાઓ અને વસ્તુઓ અવેજપાત્ર નથી. (IV) વસ્તુઓની કિંમત બદલાયા વગરની રહે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ માહિતી ધ્યાનમાં લઈ અને સાચો વિકલ્પ પસંદ કરો. (I) નફા-જથ્થાનો આલેખ એ વિવિધ સ્તરની પ્રવૃત્તિએ ખર્ચ અને આવકની નફા પરની અસર રજૂ કરે છે. (II) નફા-જથ્થાના આલેખમાં જે બિંદુએ નફાની રેખા, વેચાણ રેખાને છેદે છે તે સમતૂટબિંદુ છે. (III) છેદબિંદુથી ઉપરની વેચાણરેખાને ‘સલામતીનો ગાળો' કહે છે.