GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકે સુખમોય ચક્રવર્તી સમિતિની ભલામણોને આધારે ભારતીય નાણા બજારના સશક્તિકરણ માટે સંખ્યાબંધ પગલાં લેવાની પહેલ કરી હતી. આ સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો. (I) ભારતીય ડિસ્કાઉન્ટ અને ફાઈનાન્સ હાઉસની 1988 માં સ્થાપના કરી. (II) જાન્યુઆરી 1990માં વેપારી હૂંડી દાખલ કરી. (III) વર્ષ 1988-89માં નાણાં બજારમાં સાધનો જેવાં કે 182 દિવસ ટ્રેઝરી બિલ્સ, થાપણના પ્રમાણપત્રો અને આંતરબેંક ભાગીદારી પ્રમાણપત્ર દાખલ કરવામાં આવ્યાં. સાચો વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પડતર હિસાબી પદ્ધતિના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. (I) પડતર હિસાબી પધ્ધતિ વ્યાખ્યાયિત થાય છે કે જેમાં પડતરના હિસાબો કે જે આવક અને ખર્ચ નોંધવાથી શરૂ થાય છે અને આંકડાકીય માહિતી તૈયાર થતા પૂર્ણ થાય છે. (II) પડતર હિસાબી પધ્ધતિ વ્યાખ્યાયિત થાય છે કે જેમાં પડતરના હિસાબો કે જે આંકડાકીય માહિતી તૈયાર કરવાથી શરૂ થાય છે અને આવક અને ખર્ચ નોંધવાથી પૂર્ણ થાય છે. નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
હિસાબી ધોરણ મુજબ સેગમેન્ટ રિપોર્ટીંગ (વિભાગીય અહેવાલની રજૂઆત)ના સંબંધિત નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? (I) આ હિસાબી ધોરણનો ઉદ્દેશ ઉદ્યોગ સાહસ (એન્ટરપ્રાઈઝ)ની નાણાકીય માહિતીના અહેવાલના સિધ્ધાંત સ્થાપિત કરવાનો છે કે જે વિવિધ પ્રકારની પેદાશો અને સેવાઓ ઉત્પાદિત કરી, વિવિધ ભૌગોલિક વિસ્તારમાં કામગીરી કરે છે. (II) ઉદ્યોગ સાહસે (એન્ટરપ્રાઈઝ) આ હિસાબીધોરણની પંસદગીયુક્ત જરૂરિયાતનું પાલન કરવું જોઈએ. (III) જો એક જ નાણાકીય અહેવાલમાં પિતૃ કંપનીના એકત્રિત નાણાકીય પત્રકો અને અલગ નાણાકીય પત્રકો હોય તો, વિભાગીય માહિતી એકત્રિત નાણાકીય પત્રકના આધારે જ રજૂ થાય છે.