GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેનામાંથી કઈ સંભાવના નિદર્શન પધ્ધતિ છે ?

આનુષંગિક નમૂના પસંદગી
નિયત હિસ્સાની નમૂના પસંદગી
નિર્ણય આધારિત નમૂના પસંદગી
સ્તરિત નમૂના પસંદગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
(I) મફતમાં મળતી વસ્તુઓ એ છે કે જેના માટે ચૂકવણી કરવી પડતી નથી અને આર્થિક વસ્તુઓ ચૂકવણી કર્યા વગર વાપરી શકાતી નથી.
(II) મફત મળતી વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ વચ્ચેનો ભેદ કાયમી નથી.

(I) અને (II) બંને ખોટાં છે.
માત્ર (I) સાચું છે.
બંને (I) અને (II) સાચાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું સાચું નથી ?

અર્ધ-ચલિત પડતરમાં ફક્ત ચલિત ખર્ચનો સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચનો સમાવેશ થતો નથી.
ચલિત પડતર એ પડતરનું એવું તત્ત્વ છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો પ્રત્યક્ષ રીતે બદલાય છે.
ચલિત પડતર એ સ્વાભાવિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે.
સ્થિર પડતર એ એવી પડતર છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો બદલાતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતની ચૂકવણી સમતુલાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
(I) 1956-57થી 1975 -76 ના સમયગાળો (સમયગાળો-I) અને 1980-81 થી 1990-91નો સમયગાળો (સમયગાળો-III) દરમિયાન સતત ચૂકવણી સંતુલનની સમસ્યા રહી છે.
(II) 1976-77 થી 1979-80 (સમયગાળો-II) દરમિયાન ચૂકવણી – સંતુલન અને વિદેશી વિનિમય અનામતોની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો દેખાયો છે.

(I) અને (II) બંને ખોટાં છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્ટોક અને પુરવઠાના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી ?

સ્ટોક ઉત્પાદનમાંથી આવે છે.
પુરવઠો એ સ્ટોકની રકમ છે કે જે નિયત કિંમતે વેચાણ માટે આપવામાં આવે છે.
સ્ટોક અને પુરવઠો એક જ છે.
સ્ટોક સંભવિત પુરવઠાને નક્કી કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકની બેંક દર નીતિના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને અંકુશમાં રાખવા બેંક દર વધારે છે.
(II) 1951થી બેંક દર અનેક વાર વધારવામાં આવેલ છે.
(III) 1997થી બેંક દર ભારતીય રિઝર્વ બેંકના બધા દર સાથે જોડવામાં આવેલ છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

બધાં જ સાચાં છે.
માત્ર (III) સાચું છે
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP