GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આંકડાશાસ્ત્રીય પ્રક્રિયા નિયંત્રણના અમલમાં પ્રવૃત્તિના ત્રણ મુખ્ય તબક્કા સમાવિષ્ટ છે. નીચેના પૈકી કયું તેવો તબક્કો નથી ?

પરિવર્તનના સ્ત્રોતોને યોગ્ય (ખાસ) રીતે દૂર કરવા, કે જેથી પ્રક્રિયા સ્થાયી બને.
પ્રક્રિયાને સમજવી અને સીમાઓનું સ્પષ્ટીકરણ
વાહન વ્યવહાર પડતર પર અસરકારક અંકુશ
ચાલતી ઉત્પાદન પ્રક્રિયાની દેખરેખ કરવી, નિયંત્રણ ચાર્ટના ઉપયોગથી સહાયરૂપ થવું, સરેરાશ કે વિચલનના મહત્ત્વના ફેરફારો શોધવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું સાચું નથી ?

અર્ધ-ચલિત પડતરમાં ફક્ત ચલિત ખર્ચનો સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચનો સમાવેશ થતો નથી.
સ્થિર પડતર એ એવી પડતર છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો બદલાતી નથી.
ચલિત પડતર એ સ્વાભાવિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે.
ચલિત પડતર એ પડતરનું એવું તત્ત્વ છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો પ્રત્યક્ષ રીતે બદલાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું નાણાં બજારનું કાર્ય નથી ?

નાણાંકીય સાધનોનું ઝડપી મૂલ્યાંકન સક્ષમ કરવું.
લાંબાગાળાની બચતોને ટૂંકાગાળાના રોકાણોને નાણાં પૂરા પાડવા ગતિશીલ કરવી.
વ્યવહાર અને માહિતીની પડતર ઘટાડવી.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
માંગ વક્રની નીચેની તરફની ગતિ દર્શાવે છે –

કિંમતમાં ઘટાડાને કારણે માંગમાં વિસ્તરણ – સેટરિશ પેરિબસ
માંગમાં વધારો
કિંમતમાં વધારાને કારણે માંગમાં સંકોચન – સેટરિશ પેરિબસ
માંગમાં ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જૂન 1, 2017 થી લાગુ કરવામાં આવેલ કલમ 194-IB ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) કોઈપણ વ્યક્તિ / હિન્દુ અવિભક્ત કુટુંબ (જેના હિસાબી ચોપડા કલમ 44 AB (a)/(b) હેઠળ ઑડિટ કરવાપાત્ર ન થતા હોય) કે જે રહીશને જમીન કે મકાનનું ભાડું ચૂકવવા જવાબદાર હોય તે કર કપાત કરવા માટે જવાબદાર છે.
(II) એસેસીએ અગાઉથી વેરો ચૂકવી દીધો હોય પરંતુ તેના દ્વારા અગાઉથી ચૂકવાયેલ વેરો આકારેલ વેરા કરતા 90 ટકાથી ઓછો હોય, તો પણ તે ચૂકવવાપાત્ર થશે.

(I) અને (II) બંને
(I) અને (II) બંને નહીં
માત્ર (I)
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) માંગ વક્રમાં ઘટતું વલણ એ કિંમત ઘટાડા દ્વારા માંગનું વિસ્તરણ સૂચવે છે.
(II) માંગ વક્રમાં વધતુ વલણ એ કિંમત વધારા દ્વારા માંગનું સંકોચન સૂચવે છે.
(III) માંગ વક્રનું ઉપર તરફ જવું એ માંગમાં વધારો સૂચવે છે અને માંગવકનું નીચે તરફ જવું તે માંગમાં ઘટાડો સૂચવે છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (I) સાચું છે.
બધાં જ સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP